નવજીવન ન્યૂઝ.શામળાજીઃ સમગ્ર દેશ-વિદેશમાં પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બીરાજમાન ગદાધર ભગવાન વિષ્ણુના પાવનકારી દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવીક ભક્તો આવે છે. શામળાજી મંદિરમાં બિરાજમાન ભગવાન કાળીયા ઠાકોર પર અખૂટ શ્રધ્ધા ધરાવતા ભક્તો તરફથી મંદીરને સોના-ચાંદીનું દાન કરવામાં આવે છે. અહીં સુધી કે હાલમાં જ એક ભક્ત દ્વારા શામળાજી મંદિરના ગર્ભગૃહમાં બિરાજતા ભગવાન શામળિયાના પ્રવેશદ્વારને એક ભક્તે 7 લાખ રૂપિયાના ખર્ચે સ્વર્ણ જડીત બનાવવા માટે સોનાનું દાન કરતા મંદિર ટ્રસ્ટે પ્રવેશદ્વારને સોનાથી મઢવામાં આવતા મંદિર ટ્રસ્ટીઓ અને ભક્તોમાં આનંદ છવાયો હતો.
વર્ષોથી શામળાજી મંદિર ભગવાન કૃષ્ણના ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રોજ હજારોની સંખ્યામાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહીં આવતા હોય છે અને શામળા શેઠના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. દરમિયાન મંદિરમાં દાન આપતા ભક્તોની પણ સંખ્યા અહીં ઘણી છે, શામળાજી મંદિરમાં આસ્થા ધરાવતા આવા જ એક ભક્તે 7 લાખથી વધુની કિંમતના સોનાનું દાન કરતા મંદિર ટ્રસ્ટે ગર્ભગૃહમાં બિરાજતા કાળીયા ઠાકોરના પ્રવેશદ્વારને સોનાથી શણગારી દીધો છે. અહીં સુધી કે પ્રવેશદ્વાર પર સોનાથી ભગવાનના વામન, કલગી અને નરસિંહ જેવા જુદા-જુદા અવતાર કંડારાયા હતા. ગર્ભગૃહનું પ્રવેશદ્વાર સ્વર્ણ જડીત બનાવવા માટે 7 લાખનું ગુપ્ત દાન અપાનાર ભક્તનો મંદિર ટ્રસ્ટ અને ભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











