Saturday, June 6, 2026
HomeNationalવૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, શ્રેયસ અય્યર બન્યા નવા T20 કેપ્ટન; આયર્લેન્ડ,...

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, શ્રેયસ અય્યર બન્યા નવા T20 કેપ્ટન; આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ માટે ટીમ જાહેર

- Advertisement -

India T20I Squad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 6 જૂને BCCI મુખ્યાલય ખાતે મેન્સ સિલેક્શન પેનલની બેઠક યોજાઈ હતી, જેમાં ટીમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને BCCI સચિવ દેવજીત સૈકિયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની જાહેરાત કરી હતી.

ત્રણેય ટુર્નામેન્ટ માટે શ્રેયસ અય્યરને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. સૌથી મોટી ચર્ચાનો વિષય 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની પ્રથમ વખત સિનિયર ભારતીય ટીમમાં પસંદગી રહ્યો છે.

- Advertisement -

જસપ્રિત બુમરાહને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. જોકે તેઓ એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમનો ભાગ રહેશે. એશિયન ગેમ્સની ટીમમાં તેમને મોહમ્મદ સિરાજના સ્થાને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ જાહેરાતની સૌથી મોટી હાઇલાઇટ એ રહી કે સૂર્યકુમાર યાદવ પાસેથી T20 ટીમની કપ્તાની છીનવી લેવામાં આવી છે. એટલું જ નહીં, તેમને ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. BCCIની એપેક્સ કાઉન્સિલ કમિટીની બેઠકમાં સૂર્યકુમારને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની સત્તાવાર જાહેરાત હવે કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

- Advertisement -

ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કપ્તાન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કપ્તાન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી.

આયર્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કપ્તાન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

- Advertisement -

ભારતનો આયર્લેન્ડ પ્રવાસ:
• પ્રથમ T20 – 26 જૂન, બેલફાસ્ટ
• બીજો T20 – 28 જૂન, બેલફાસ્ટ

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ:
• 1 જુલાઈ – પ્રથમ T20, ચેસ્ટર લે સ્ટ્રીટ
• 4 જુલાઈ – બીજો T20, મેનચેસ્ટર
• 7 જુલાઈ – ત્રીજો T20, નોટિંગહામ
• 9 જુલાઈ – ચોથો T20, બ્રિસ્ટલ
• 11 જુલાઈ – પાંચમો T20, સાઉથહેમ્પ્ટન
• 14 જુલાઈ – પ્રથમ વનડે, બર્મિંઘમ
• 16 જુલાઈ – બીજો વનડે, કાર્ડિફ
• 19 જુલાઈ – ત્રીજો વનડે, લોર્ડ્સ

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular