નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં એવું કહેવામાં આવે છે કે મહિલાઓ અન્ય રાજયોની સરખામણીમાં અહિયાં વધારે સુરક્ષિત છે, પણ શું ખરેખર તેવું છે? ગુજરાતનાં પોલીસ સ્ટેશનમાં રોજ કેટલા મહિલા સંબંધિત ગુનાઓના કેસ નોંધાય છે તે આ વાતની સાચી હકીકત દર્શાવે છે. વડોદરમાં એક મહિલાના નામે કોઈએ ખોટી લોન લીધી અને એ લોન ન ચૂકવાઇ તો લોન વસૂલી કરવા વાળા લોકોએ મહિલાનો ફોટો વાયરલ કરીને તેની નીચે બીભત્સ લખાણ લખ્યું હતું, જેની ફરિયાદ મહિલાએ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લખવી હતી.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કોઈએ મહિલાની જાણ વગર બેન્ક ઓફ બરોડાની ઇનસ્ટન્ટ લોન નામની એપ્લીકેશનમાંથી 21 એપ્રિલથી 22 મે સુધી 1950 રૂપિયાની લોન લીધી હતી, ત્યાર બાદ મહિલાને વ્યાજ સાથે 3 હજાર રૂપિયા ભરવા માટે 4 અજાણ્યા નંબર પરથી ફોન આવતા હતા. જ્યારે મહિલાએ પૈસા ભરવાની ના પાડી તો આ વ્યાજખોરએ મહિલાના આધાર કાર્ડ સાથે ‘call girl 500 for one night’ આવું લખીને મહિલાના કોન્ટેક્ટ લીસ્ટમાં જેટલા પણ નંબર હતા તે બધાને મેસેજ કર્યો હતો જે જોઈએને મહિલા ચોંકી ઉઠી હતી.
ત્યાર બાદ મહિલાએ માનસિક રીતે હેરાન કરીને સમાજમાં બદનામ કરતી અને લોન આપતી એપ્લીકેશન હેલ્લો રૂપી લોન અને ઇનસ્ટન્ટ લોન સહિત 4 અજાણ્યા મોબાઈલ નંબર ધારકો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











