Thursday, June 4, 2026
HomeGeneralUPI પેમેન્ટ પર ચાર્જ મામલે NCPIએ કરી સ્પષ્ટતા, જૂઓ કોને ચૂકવવો પડશે...

UPI પેમેન્ટ પર ચાર્જ મામલે NCPIએ કરી સ્પષ્ટતા, જૂઓ કોને ચૂકવવો પડશે ચાર્જ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગઈકાલથી UPI પેમેન્ટ પર PPI (Prepaid Payment Instrument)ફી ચૂકવવી પડશે તેવા સમાચારોએ જોર પકડ્યું છે. ત્યારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NCPI)એ આ મામલે સ્પષ્ટતા કરી છે. NCPI દ્વારા એક નિવેદન જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે યુ.પી.આઈ. પેમેન્ટ (UPI Payment) નો ઉપયોગ સંપૂર્ણ પણે મફત અને ઝડપી તેમજ સુરક્ષિત છે. દર મહિને યુ.પી.આઈ. દ્વારા ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે 8 અબજથી વધારે રૂપિયાના વ્યવહારો કરવામાં આવે છે.

હાલ ચાલી રહેલા સમાચારોમાં જણાવાઈ રહ્યું છે કે NCPI દ્વારા રૂપિયા 2000થી વધારેની રકમના પેમેન્ટ પર ચાર્જ લગાવવાનું કહ્યું છે. જેના લીધે યુ.પી.આઈ. પેમેન્ટ કરતા ગ્રાહકોને અસર થશે અને આ નિર્ણય 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ સમાચાર વાયુ વેગે પ્રસરવા લાગતા NCPI દ્વારા મામલાની સ્પષ્ટતા કરવામાં આવીછે. NCPI દ્વારા નિવેદન જાહેર કરી જણાવાયું છે કે, યુ.પી.આઈ. પેમેન્ટ જૂની સિસ્ટમ મુજબ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. રૂપિયા 2 હજારના પેમેન્ટ સુધીની ચૂકવણી પર કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી કે અન્ય ખાતામાંથી કરવામાં આવતી ચૂકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. પરંતુ પ્રીપેડ વૉલેટ દ્વારા કરવામાં આવેલા યુ.પી.આઈ. પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે અને તે ગ્રાહકોને અસર કરશે નહીં કારણ કે આ ચાર્જ 1ટકા કરતા ઓછો છે.

- Advertisement -

TAG: There is no charge to customers’, NPCI clarifies on charges on UPI transactions

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular