નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટની ખાનગી હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. આશાસ્પદ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં બીમારીના કારણે આત્મહત્યા કર્યાનું જણાવ્યું છે. સાથે જ સુસાઈડ નોટમાં વિદ્યાર્થીનીએ માતા-પિતાને સંબોધી સંદેશ પણ લખ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતાં યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 9 લોકો સામે ફરિયાદ
વિદ્યાર્થીઓના આત્મહત્યાના સમાચારની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે. એવામાં રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાધુ વાસવાણી રોડ પર સ્થિત ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ 12માં અભ્યાસ કરતી જેતપુરના કેરાડી ગામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. દેવાંશી સરવૈયા નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી ભાવુક સુસાઈડમાં તેણે આત્મહત્યા પાછળ માથાનો દુઃખાવો કારણભૂત હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં ચકચારી હત્યાના આરોપી ભૂરાનું સરેન્ડર, CID લાંબા સમયથી પકડવામાં રહી હતી નિષ્ફળ
મૃતક દેવાંશીની આત્મહત્યાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન દેવાંશીના મૃતદેહ નજીકથી એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણીએ લખ્યું છે કે, ‘Good bye and sorry મને કોઈ વાંધો જ નથી પણ મને ગમતું નથી. માથું બહુ દુઃખે છે અને પપ્પા તમે ટેન્શન લેતા ન લેતા, સોરી પપ્પા મને માફ કરી દેજો અને મમ્મી મને માફ કરી દેજો. ભાઈ મમ્પી પપ્પાનું ધ્યાન રાખજે બાય.’ પોલીસને મળેલી સુસાઈડ નોટમાં ભાવુક કરી દે તેવા શબ્દોમાં દેવાંશીએ પોતાના માતા-પિતાની માફી માગતા પોતાનું દુઃખ વર્ણવ્યું હતું. જેમાં તેને માથું દુખવા જેવી સામાન્ય બિમારીને પોતાના જીવન ટૂંકાવવાનું કારણ જણાવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








