Friday, April 17, 2026
HomeGujaratGir Somnathગીર સોમનાથમાં વીજ વિભાગનું ઑપરેશન, 41 લાખથી વધુનો દંડ

ગીર સોમનાથમાં વીજ વિભાગનું ઑપરેશન, 41 લાખથી વધુનો દંડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: વીજ ચોરીના દૂષણને ડામવા ગીર સોમનાથ જિલ્લામાં પી.જી.વી.સી.એલ. (PGVCL) દ્વારા આકરા હાથે કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વીજ લોસ થતા ફિડરો પર આયોજનબદ્ધ રીતે ચેકિંગ (Checking) હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ વેરાવળની કચેરી (Veraval)દ્વારા 1184 કનેક્શન તપાસી 251 કનેક્શનની ગેરરીતી પકડી પાડી છે.

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી દ્વારા વેરાવળ શહેર, સુત્રાપાડા અને તાલાલા પેટા વિભાગીય કચેરીઓ હેઠળ આવતા વિસ્તારોમાં એસ.આર.પી.એફ.ની ટુકડી સાથે 33 વીજ ચેકિંગ ટીમ કામગીરી કરી રહી છે. આ ટીમોએ રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડીના મળી કુલ 1184 જેટલા વીજ કનેક્શન ચકાસણી કરી હતી. જેમાંના 251 વીજ જોડાણ વિવિધ પ્રકારની ગેરરીતી હોવાનું સામે આવતા રૂપિયા 41.44 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર પી.જી.વી.સી.એલ. દ્વારા આગામી સમયમાં વધુ વ્યાપક પ્રમાણમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ સ્થિતીમાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

નોંધનીય છે કે એપ્રિલ-૨૨ થી જાન્યુઆરી-૨૩ ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ 26629 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે. જેમાંથી કુલ 2899 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂપિયા 751.12 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પી.જી.વી.સી.એલ. હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ 569168 વીજ જોડાણો ચકાસીને કુલ 67584 વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂપિયા 174.88 કરોડના બિલ આપવામાં આવ્યા છે.

TAG: PGVCL Team Struck in Gir Somnath, Veraval, Talala

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular