Wednesday, August 19, 2026
HomeGujaratBhavnagarભાવનગરમાં નકલી વિદેશી દારૂકાંડમાં 4ના મોત થતાં Gujarat Police ધંધે લાગી, SMC...

ભાવનગરમાં નકલી વિદેશી દારૂકાંડમાં 4ના મોત થતાં Gujarat Police ધંધે લાગી, SMC ને તપાસ સોંપાઈ

- Advertisement -

Youth dies in Bhavnagar poisoned liquor incident : ભાવનગર જિલ્લામાં બનાવટી ‘રોયલ સ્ટેગ’ દારૂ પીવાથી ચારેક લોકોના મોત નિપજતાં રાજ્ય સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. મંગળવારે બપોરે દારૂ પીવાથી એક યુવાનનું મોત થયાના સમાચાર આવતાની સાથે જ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે (G S Malik) તાત્કાલિક મીટિંગ બોલાવી હતી અને રાજ્યભરમાં પ્રોહિબિશન ડ્રાઈવ યોજવા આદેશ આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે Gujarat DGP જી.એસ મલિક અને IB ના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ ઝેરી દારૂકાંડની તપાસ એસએમસીને સોંપવા આદેશ (Investigation into toxic liquor case handed over to SMC) થયો છે. બીજી તરફ આ ઘટના માટે ભાવનગર જિલ્લાના જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ અને સ્થાનિક એજન્સી સામે કાર્યવાહીની તલવાર લટકવા લાગી છે.

ઝેરી દારૂકાંડમાં એક પછી એક એમ 4 લોકોના મોત થયા હોવાની ચર્ચા છે. જ્યારે પોલીસ સત્તાવાર રીતે બે લોકોના મોત થયા હોવાનું જણાવે છે. મૃતકોમાં એક વ્યક્તિ ઈન્દોર મધ્યપ્રદેશનો તેમજ ત્રણ લોકો ભાવનગર જિલ્લાના છે. ભાવનગર કલેક્ટર (Collector Bhavnagar) ના જણાવ્યા અનુસાર હાલ સિવિલ હોસ્પિટલ અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં કુલ સત્તરેક દર્દીઓ સારવાર હેઠળ છે. જે તમામની સ્થિતિ હાલ સામાન્ય હોવાનો દાવો કરાયો છે.

- Advertisement -

લઠ્ઠાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાતા એસપી મયુર ચાવડા (Mayur Chavda) તેમની ટીમ સાથે મંગળવારે મોડી રાતે ભાવનગર પહોંચી ગયા હતા. ભાવનગર જિલ્લા પોલીસ પાસેથી કેસને લગતી સમગ્ર માહિતી મેળવ્યા બાદ સ્થાનિક બુટલેગરોની તપાસ પૂછપરછ આરંભી છે. ભાવનગર એસપી નિતેશ પાંડે્ય (Nitesh Pandey) ના જણાવ્યાનુસાર ‘રોયલ સ્ટેગ’ બ્રાંડનો દારૂ ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતે આવ્યો હતો. જોકે, આ વિદેશી દારૂ (IMFL) કોણ લાવ્યું, કેવી રીતે લાવ્યા અને કોણે મગાવ્યો ? તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. સરકારને દોડતી કરનારી આ ઘટનામાં વિદેશી દારૂમાં કયુ કેમિકલ ભેળવવામાં આવ્યું હતું ? તેની જાણકારી મેળવવા FSL ની મદદ લેવામાં આવી છે

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular