Saturday, April 18, 2026
HomeGujaratRajkotરાજકોટ: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતાં યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 9 લોકો...

રાજકોટ: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતાં યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 9 લોકો સામે ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Clash In Rajkot: છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં જાહેરમાં જન્મદિવસની (Birthday) ઉજવણી કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેને કારણે ઘણી વાર રાહદારીઓ અને સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. રાજકોટ (Rajkot) માં તાજેતરમાં આવી જ એક ઘટના બની છે, પરંતુ જ્યારે પોલીસ આ યુવાનોને રોકવા માટે આવી ત્યારે યુવાનો અને રાજકોટ પોલીસ (Rajkot Police) વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જાહેરમાં ઉજવણી કરી રહેલા યુવાનોમાં કેટલાક લોકો નશો કરેલી હાલતમાં હતા.

માલવિયાનગર પોલીસ સ્ટેશન (Malviya Nagar Police Station) વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ચોક પાસે આ ઘટના બની હતી. જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા કેટલાક યુવાનોને જ્યારે પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાના પગલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 9 લોકો સામે પોલીસ સામે હુમલો કરવાની કલામ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -
Rajkot Crime News
Rajkot Crime News

પોલીસ દ્વારા વિશાલ જોશી, નયના જોશી, મિતાલી જોશી, દર્શન ભટ્ટ, કિરીટ પીઠડીયા, વિનય ભટ્ટ, ગોપાલ બોળિયા અને પ્રતિક માંલમ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તમારા જન્મદિવસની ઉજવણી કરો તેમાં કોઈને તકલીફ ન હોય પણ જ્યારે તમે આવી રીતે જાહેર રસ્તા ઉપર આવીને જન્મદિવસની ઉજવણી કરીને લોકોને હેરાનગતિ થાય તેવું કરો છો ત્યારે જો પોલીસ તમને અટકાવવા આવે તો તમારે પોલીસની વાત માની લેવી જોઈએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular