Tuesday, April 21, 2026
HomeGujaratફેરા ફરતા સમયે યુવતીનું મોત થવા છતાં જાન પરણીને ગઈ, દિકરીના પરિવારનો...

ફેરા ફરતા સમયે યુવતીનું મોત થવા છતાં જાન પરણીને ગઈ, દિકરીના પરિવારનો લાગણીસભર નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Bride Death On Marriage Day: ભાવનગરના સુભાષનગરમાં આજે એક લગ્ન સમારંભમાં એવી ઘટના ઘટી બની જેનાથી ખુશીનો આ પ્રસંગમાં માતમ છવાયો છે. ભાવનગરમાં માલધારી રાઠોડ પરિવારમાં બે દીકરીઓ અને એક દિકરાના લગ્ન હતા. લગ્નના માહોલથી લગ્ન ગીતોના સૂર ગવાઈ રહ્યા હતા. આ દરમિયાન બે પૈકી એક દીકરીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા માલધારી (Maldhari) પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડના ઘરે લગ્નનો માહોલ હતો. પરિવારમાં બે દીકરી અને એક દિકરાના લગ્ન હતા. આજે દીકરી હેતલની જાન આવવાની હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. હેતલ લગ્નના ફેરા ફરવાનું શરૂ કરે તે પહેલા જ ચક્કર આવતા પડી ગઈ હતી. જોકે હેતલને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમ છતાં તેનો જીવ બચાવી શકાયો ન હતો. ડોક્ટરોએ હેતલના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. હેતલની જે દિવસે ડોલી ઉઠવાની હતી તે જ દિવસે અર્થી ઉઠતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જે મંડપ નીચે લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા ત્યાં જ મરશીયા ગાવા પડે એવી સ્થિતિ સર્જાઈ હતી.

- Advertisement -

હેતલના લગ્નની જાન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલની આવી હતી. દીકરી હેતલનું અવસાન થતાં લગ્નના મંડપ સુધી આવેલી જાન પરત ન જાય તે માટે પરિવારે લાગણીવશ થઈ મહત્વનો નિર્ણય કર્યો હતો. પરિવારે જાનૈયાઓ પરત ન જાય માટે મૃતકનની નાની બહેનને આ જ લગ્નના માંડવે પરણાવીને લગ્નની વિધિને પુરી કરી હતી. જેના કારણે વરરાજાની સાળી થવાની હતી તે તેની મંગેતર બનવાનો યોગ સર્જાયો. આવતીકાલે મૃતક હેતલના ભાઈની જાન સિંહોર જવાની છે. જ્યારે અન્ય એક દીકરીની જાન મોણપુરથી આવી હતી તેના લગ્ન થઈ ગયા હતા. આજે પિતા જીણાભાઈ એક દીકરીનો મૃતદેને કોલ્ડ સ્ટોરેજમાં રાખીને બે દીકરીઓનું કન્યાદાન કર્યું હતુ.

આ પણ વાંચો: કલેકટરની બર્થડે પાર્ટી ? મામલતદારે વહાલા થવા સરકારી કચેરીમાં ખાસ ધારાસભ્યની હાજરીમાં યોજી પાર્ટી: ભાવનગર

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular