Monday, May 19, 2025
HomeBusinessસોના ચાંદી અને કોપરની તેજી રોકી રોકાય તેમ નથી

સોના ચાંદી અને કોપરની તેજી રોકી રોકાય તેમ નથી

- Advertisement -

જૂન મહીનામાં ૩ કોમોડિટીના ભાવો નવી નવી ઊંચાઈ સર્જવા સ્પર્ધામાં ઉતરશે

કોમોડિટી એનાલિસ્ટો ૨૦૨૪ના વર્ષને “યર ઓફ મેટલ્સ” કહે છે

૮ મહિનાના ટૂંકાગાળામાં ચાંદી રોકાણકારોને ૬૨ ટકા વળતર

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): કોમોડિટી એનાલિસ્ટો ૨૦૨૪ના વર્ષને “યર ઓફ મેટલ્સ” કહે છે. સોનું (Gold) ચાંદી (Silver)અને કોપરમાં (Copper) સતત તેજીના મોમેન્ટમ સર્જાતાં ભાવ નવી નવી ઊંચાઈઓ તરફ અગ્રેસર બન્યા છે. ગ્રીન એનર્જી (જીઇ), આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), અને ઇવી (ઇલેક્ટ્રિક વ્હીકલ) જેવા ઔધ્યોગિક ક્ષેત્રમાં આજે નવા નવા સંશોધન પરિમાણોનું સર્જન થઈ રહ્યું હોવાથી, કોપર અને સિલ્વરની તેજી તો રોકી રોકાય તેમ નથી. તમે કોઈ પણ રીતે દ્રષ્ટિપાત કરો, આ વાત નિશ્ચિત છે. જો ૨૦૨૪ના અતિ સૂક્ષ્મ આર્થિક પરિમાણો તપાસો તો તમને એ ખ્યાલ આવશે કે તમામ કોમોડિટી બજારમાં તેજીનું આવું વર્ષ કદી જોવા નથી મળ્યું. અને એ પણ સાચું કે આગામી સપ્તાહો અને મહિનાઓમાં આ તેજી આગળ વધતી રહેશે.

જો બજારનો ઇતિહાસ તપાસીએ તો ૨૦૨૪નું વર્ષ અત્યાર સુધીમાં કોમોડિટી વેપારીઓ માટે સૌથી વધુ નફાકારક વર્ષ રહ્યું છે, કેટલાંક આને હજુતો કોમોડિટી બજારની તેજીની શરૂઆત ગણે છે. કોમોડિટી બજારનું આ બેક ટુ બેક તેજીનું ચોથું વર્ષ છે, જેમાં મેટલ, એનર્જી, કૃષિ સહિતની ૪૭ કોમોડિટીને વિક્રમ તેજીનો સ્વાદ ચાખવા મળી રહ્યો છે. કોમોડિટી એનાલિસ્ટો તો ત્યાં સુધી કહે છે કે સોનું, ચાંદી, અને કોપર, આગામી જૂન મહીનામાં બજારો જેમજેમ આગળ વધશે તેમતેમ ભાવો નવી નવી ઊંચાઈ સર્જવા સ્પર્ધામાં ઉતરશે. આ ત્રણે કોમોડિટી અત્યારે સુપર સાયકલના આરંભિક તબક્કામાં છે.

- Advertisement -

પ્રથમ તો આપણે સોનાનો ઉલ્લેખ કર્યા વગર નિશ્ચિત પણે કોમોડિટી સુપર સાયકલ બાબતે વાત કરી ના શકીએ, કારણકે તે આખા વિશ્વની કારન્સીનો પસંદગીનો વિકલ્પ છે, અને ૨૦૨૪માં પ્રત્યેક કુટુંબ પોતાની પાસે સોનું હોવાનો ગર્વ અનુભવે છે. આ વર્ષે ફાટ ફાટ થતી તેજીએ સોનાને ૨૪૫૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)ની ઓલ ટાઈમ હાઇએ પહોંચાડી દીધું. તેજીવાળા ખેલાડીઓ સતત વધતાં ભાવે નફો ખાઈને બજારને નીચે લઈ જાય, પછી નાણાકીય રીતે તંદુરસ્ત બનેલા સટ્ટોદિયા ભાવને નવી ઊંચાઈએ લઈ જવા તંદુરસ્ત બન્યા છે.

સોનાના ભાવમાં ૨૩૦૦ ડોલરનું મહત્વનું તાર્કિક લેવલ કુદાવ્યા પછી પણ બજારનો મજબૂત ટેકો જળવાઈ રહ્યો છે, આને લીધે એવા સંકેત મળ્યા છે કે આગામી દિવસોમાં ભાવ નવી નવી ઊંચાઈ તરફ અગ્રેસર રહેશે. સોનું એ એક માત્ર મેટલ નથી જેણે આ વર્ષે હબ્બેસ વળતર આપ્યું છે. ચાંદી પણ ગત ઓકટોબરથી તેજીની સરાણે ચઢી છે, ૧ ઓક્ટોબરે ભાવ ૨૦.૬૮ ડોલર પ્રતિ ઔંસની બોટમથી ઊંચકાઈને ૬ મેના રોજ ૩૨.૫૧ ડોલર ૧૨ વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. ૮ મહિનાના ટૂંકાગાળામાં ચાંદી રોકાણકારોને ૬૨ ટકા વળતર આપ્યું છે.

આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૧માં ચાંદીના ભાવ ૩૨ ડોલરથી માત્ર ચાર મહીંનાની તેજીમાં ૪૯.૫૪ ડોલરની સર્વોચ્ચ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા. જો આ ઘટનાને ભાવનું બેરોમિટર ગણવામાં આવે તો, ચાંદીના નવા ઊંચા ભાવની આગાહી આ જ ધોરણે કરીએ તો નવી ઊંચાઈ શું હોઇ શકે? આ જ પ્રકારે કોપરની માંગે ૨૦૨૪માં ભાવને રેડ હોટ બનાવી વિક્રમ ઊંચાઈએ પહોંચાડ્યા. જેમજેમ કોમોડિટીની માંગ વધતી રહેશે, તેમતેમ આ વર્ષે ભાવને નવી ઊંચાઈએ પહોંચાડવામાં કોપર પણ તેજીની ઘોડેસવારી કરશે.

- Advertisement -

બુલ માર્કેટની આ સદીમાં કોપર એ ૨૦૨૪માં બીજા નંબરની સૌથી વધુ હોટ કેક ગણાતી મેટલ છે, ૨૦ મેના રોજ ભાવ ટન દીઠ ૧૧,૧૦૪ ડોલરની ઐતિહાસિક ઊંચાઈએ મુકાયા હતા. પાવર એનર્જી ટ્રાનઝીશન અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીસ ક્ષેત્રમાં નીકળેલી નવી માંગને પગલે કોપરને તેજીની સવારી કરતી કરી મૂકી છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular