Thursday, September 3, 2026
HomeBusinessમુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉદ્યોગપતિઓ સાથે મહાબેઠક! વાઈબ્રન્ટ ગુજરાત-2027 પહેલાં રોકાણના મોટા...

મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉદ્યોગપતિઓ સાથે મહાબેઠક! વાઈબ્રન્ટ ગુજરાત-2027 પહેલાં રોકાણના મોટા સંકેતો

- Advertisement -

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને સફળ બનાવવા માટે ગુજરાત સરકારે હવે ઉદ્યોગજગત સાથે સીધો સંપર્ક વધારવાનો પ્રયાસ તેજ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી અને તેમને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.

આ બેઠકો દરમિયાન ગુજરાતમાં નવા રોકાણ, ઉદ્યોગોના વિસ્તરણ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, ટેક્સટાઇલ, સ્ટીલ, કોપર રિસાયક્લિંગ અને અન્ય ક્ષેત્રોમાં રહેલી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અનેક મોટા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓએ ગુજરાતના ઔદ્યોગિક માળખા અને નીતિઓને લઈને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

- Advertisement -

મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ અંગે તેમની પ્રથમ મહત્વપૂર્ણ ચર્ચા તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર અને GIFT Cityમાં રહેલી નવી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહિન્દ્રા ગ્રુપ ગુજરાતમાં રોકાણ અને સહયોગના નવા માર્ગો શોધી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સ્વાન કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર નિખિલ મર્ચન્ટે ગુજરાતની શિપિંગ પોલિસીની પ્રશંસા કરી હતી. તેમણે કંપનીના આંતરરાષ્ટ્રીય વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે કનેક્ટિવિટી અને એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. કંપની ગુજરાતમાં પોતાની કામગીરીના વિસ્તરણ અને આધુનિકીકરણની શક્યતાઓ પર પણ વિચાર કરી રહી છે.

ટેક્સટાઇલ ક્ષેત્રની મોટી કંપની વેલ્સપન ઇન્ડિયાના CEO દીપાલી ગોએન્કાએ ગુજરાતના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમને રોકાણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા રોકાણ અને વિસ્તરણ દ્વારા ઉત્પાદન, નિકાસ અને રોજગારી વધારવાની તકો અંગે ચર્ચા કરવામાં આવી છે.

- Advertisement -

હિન્ડાલ્કોના મેનેજિંગ ડિરેક્ટર સતિષ પાઈ સાથે પણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં નવી તકો અંગે ચર્ચા થઈ હતી. ખાસ કરીને કોપર રિસાયક્લિંગ, ઇ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્કુલર ઇકોનોમી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર મહિનામાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ દરમિયાન AMNS ઇન્ડિયાના CEO અમિત હરલાલકાએ ગુજરાતમાં કંપનીના મોટા રોકાણ પ્લાન અંગે માહિતી આપી હતી. કંપની જૂન સુધીમાં અંદાજે રૂ.80 હજાર કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ઉપરાંત હજીરા ખાતે રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રમાં વધારાના રૂ.10 હજાર કરોડના રોકાણની યોજના પણ રજૂ કરવામાં આવી હતી.

AMNS ઇન્ડિયાએ ગુજરાતમાં 25 મિલિયન ટન ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાનો વિઝન પણ રજૂ કર્યો છે. જો આ યોજના આગળ વધે તો ગુજરાતના સ્ટીલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી શકે છે.

- Advertisement -

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027 પહેલાં મુંબઈમાં યોજાયેલી આ બેઠકોને ગુજરાત સરકારના રોકાણ આકર્ષવાના મોટા અભિયાન તરીકે જોવામાં આવી રહી છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સીધી ચર્ચા કરીને રાજ્ય સરકાર આગામી વર્ષોમાં ગુજરાતને મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, ટેક્નોલોજી અને વૈશ્વિક રોકાણના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular