Friday, April 17, 2026
HomeGujaratAhmedabadરાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યો ઝટકો, સજા પર રોક લગાવવા માટેની અરજી...

રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યો ઝટકો, સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, ત્યાર બાદ તેમણે સાંસદપદ પણ ગુમાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલી યાદી મુજબ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત પૃચ્છકની કોર્ટ શુક્રવારે સવારે 11 વાગ્યે ચુકાદો સંભળાવશે. જો કોર્ટ રાહુલની સજા પર સ્ટે મૂકશે તો સંસદમાં તેમની પુનઃસ્થાપનાનો માર્ગ મોકળો થશે. અગાઉ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત પૃચ્છકે મે મહિનામાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે તેમને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ જાહેર કરશે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેમ છે?’ જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. માર્ચ 2019માં રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને કરેલી ટિપ્પણીના સંદર્ભમાં સુરત કોર્ટે તેમને કલમ 504 હેઠળ બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી રાહુલની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી. આવી સ્થિતિમાં જો હાઈકોર્ટમાં રાહુલની તરફેણમાં નિર્ણય આવશે તો કોંગ્રેસના નેતાની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો થઈ શકતો હતો. પરંતું સજા પર સ્ટે મૂકવાની અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધીના વકીલે 29 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જામીનપાત્ર અને નોન-કોગ્નિઝેબલ ગુના માટે મહત્તમ બે વર્ષની સજાનો અર્થ એ થશે કે તેમના અસીલ તેમની લોકસભાની બેઠક ગુમાવશે.

- Advertisement -

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 150 પાનામાં ચુકાદો આપ્યો છે અને તેમને સજા પર રોક લગાવવાનો ઈનકારી કરી દીધો છે. સાથે જ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર પુનવિચાર અરજી પણ રદ કરી છે અને હાઈકોર્ટે સુરતની કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે રાહુલ ગાંધી માનહાનિ કેસમાં તરફેણ વિરુદ્ધ ચુકાદો આપતા હવે રાહુલ ગાંધી સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular