Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadટ્રાફિક પોલીસ વાહનચાલકો સાથે ગુનેગારો જેવું વર્તન ન કરે: હર્ષ સંઘવી

ટ્રાફિક પોલીસ વાહનચાલકો સાથે ગુનેગારો જેવું વર્તન ન કરે: હર્ષ સંઘવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા (Ahmedabad) આજે ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને કેટલીક ટકોરો કરી હતી. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ લાયસન્સ ભૂલી ગયો હોય અથવા તો તેની પાસે PUC ન હોય તો પોલીસ તેની સાથે આરોપીઓ જેવુ વર્તન કરે છે. આ માટે હર્ષ સંઘવીએ અગાઉ પણ અનેક વાર ટકોર કરી છે, તેમ છતાં અમુક અધિકારીઓએ અને કર્મચારીઓ ગૃહ રાજ્યમંત્રીને ગણકારતા નથી, ત્યારે આજે ફરીથી તેમણે પોલીસને સામાન્ય વ્યક્તિઓ સાથે આરોપીઓ જેવુ વર્તન ન કરવા ટકોર કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ-અલગ 4 જેટલા વિષયો પર વાત કરી હતી. જેમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં (Traffic Police) ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે આજે આખા ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થઈ રહ્યુ છે. તેમણે કહ્યું કે, પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે અધિકારીઓ કામ કરે છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સામાન્ય નાગરિકોને લાયસન્સ અને PUC જેવી બાબતે આરોપીઓ જેવુ વર્તન કરીને હેરાન કરવામાં નહીં આવે. આપણે અન્ય વિષયોમાં જેમ સફળતા મેળવી છે તેમ આમાં પણ 100 ટકા સફળતા મેળવીશું.

- Advertisement -

બીજી તરફ ગઈકાલે રાજકોટના TRB જવાનની દાદાગીરીના દૃશ્યો સામે આવ્યા હતા. જ્યાં રૈયા ટેલિફોન એકસચેન્જ વિસ્તારમાં એક TRB જવાન ચાલતી બાઈકને રોકવા ગયો હતો. જોકે બાઈક ચાલકે બાઈક ન રોકતા TRBએ બાઈક ચાલકને ધક્કો માર્યો હતો. જે અમાનવીય વર્તનના CCTV ફૂટેજ સોશિયલ મિડિયા પર વાયરલ થયા હતા. જોકે TRB જવાનનો ત્રાસ ગુજરાતના તમામ જિલ્લામાં જોવા મળે છે. તેમની પાસે સત્તા નથી હોતી, છતાં વાહન ચાલકોને રોકી યેનકેન પ્રકારે હેરાન કરી કાયદાના ડરથી પૈસા પડાવામાં આવતા હોય છે. હવે જોવું એ રહ્યું કે ગૃહરાજ્યમંત્રી ટકોરની TRB જવાન પર અસર થઈ છે કે નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular