એનએમડીસી એ ૨૪ ઓક્ટોબરથી લમ્પસ ઓર અને ફાઈનનાં ભાવ વધાર્યા
આયર્ન ઓરના ભાવ ૯૦ ડોલર સુધી ઘટવા જોઈએ: ગોલ્ડમેન સાસ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): તાજેતરમાં મેક્રો (સુક્ષ્મ) ઇકોનોમિક સ્તરે થયેલા બદલાવને પગલે ફેરસ (બિનલોહ) ધાતુના ભાવ નીચેથી પાછા ફર્યા, પરિણામે ટૂંકાગાળામાં આયર્ન ઓરના (Iron Ore) ભાવને તેજીનો ટેકો મળવામાં મદદ મળી હતી. સૌથી મોટા આયર્ન ઓર વપરાશકાર ચીને સુંડલો ભરીને રાહત પેકેજ આપતા બજારનું સેન્ટીમેન્ટ બદલાયું અને દેલીયાન કોમોડીટી એક્સચેન્જ જાન્યુઆરી વાયદો સતત ત્રણ સત્ર ઘટ્યા બાદ શુક્રવારે ચોથા સત્રમાં ૨.૮ ટકા ઝડપી વધી ૭૬૯.૫ યુઆન (૧૦૮.૦૪ ડોલર) પ્રતિ ટન બોલાયો, આખરે ઓક્ટોબર અંતે સાપ્તાહિક વૃદ્ધિ નોંધાઈ હતી. સપ્ટેમ્બર અંતે ચીને નીતીવિષયક પરિવર્તન આણતા, વેરહાઉસોએ રાષ્ટ્રીય રજાઓ પહેલા સ્ટોક ખાલી કરી નાખ્યો હતો તે ફરીથી ભરવાની શરૂઆત કરી હતી, પરિણામે સ્ટીલ મિલો પણ નફાકારક સ્થિતિમાં આવી ગઈ હતી.
બેન્ચમાર્ક સિંગાપુર આયર્ન ઓર નવેમ્બર વાયદો ૧.૭૧ ટકા વધી ૧૦૧.૦૫ ડોલર પ્રતિ ટન બોલાવા છતાં સાપ્તાહિક ૨.૩૪ ટકાનો ઘટાડો દાખવતો હતો. ભારત સરકારની માલિકીના નેશનલ મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશને ૨૪ ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે લમ્પસ ઓર અને ફાઈનનાં ભાવ વધાર્યા હતા. ૬૫.૫ ટકા લમ્પસ ઓરના તન દીઠ રૂ ૬૦૦ વધારીને રૂ. ૬૩૫૦ અને ૬૪ ટકા ફાઈન ઓરના રૂ. ૪૦૦ વધારી રૂ. ૫૪૧૦ કર્યા હતા.
તાજેતરમાં આયર્ન ઓરમાં આવેલી તેજી વધુ પડતો પ્રત્યાઘાત હતો. ૨૪ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધીમાં ભાવ ૮૯ ડોલરથી ઉછળી ૧૧૪ ડોલર થયા હતા. ગોલ્ડમેન સાસના એનાલીસ્ટ કહે છે કે આવકોનું દબાણ એકએક વધી જતા, ચીનના પોર્ટ પર સ્ટોક ગતવર્ષની તુલનાએ ૪૦ ટકા વધી ગયો હતો. આ એનાલીસ્ટ કહે છે કે ચીને રાહત પેકેજ જાહેર કર્યા પછી અમારા અનુમાન મુજબ ફન્ડામેન્ટલી ભાવ ૭ ટકા વધવા જોઈતા હતા પણ ૨૮ ટકા વધી ગયા હતા. વધુમાં ભારતથી શિપમેન્ટ વધ્યા છે સાથેજ ઓસ્ત્રેલીયાથી આયાત વધવા લાગી છે તે જોતા ઇન્વેન્ટરીઝ વધુ વધવી સંભવ છે.
વર્તમાન ભાવ સ્તર જોતા સપ્લાયમાં સ્થિતસ્થાપકતા જળવાવાની શક્યતા પણ ઘટી ગઈ છે. આનું અર્થઘટન એવું થાય કે ફન્ડામેન્ટલ્સ અને ભાવનો સંબંધ તૂટી ગયો છે. નવી પોલીસીનો હેતુ મુખ્યત્વે હાઉસિંગ ડી-સ્ટોકીંગ (પુરવઠો ઘટાડવો) કરવાનો છે, નહિ કે નવા ઘરો બાંધવાનો. આ જોતા પણ આયર્ન ઓરના ભાવ આટલા બધા વધવા જોઈતા ન હતા. ગોલ્ડમેન સાસે એવી આગાહી કરી છે કે પોર્ટ પર સપ્લાઈ ખુબ વધુ છે, ત્યારે જો ફન્ડામેન્ટલ્સની પુન:તુલના કરીએ તો આયર્ન ઓરના ભાવ ૯૦ ડોલર સુધી ઘટવા જોઈએ.
૨૪ સપ્ટેમ્બરે અર્થતંત્રને ટેકો મળી રહે તે હેતુથી ચીનની રીઝર્વ બેન્કે સંખ્યાબંધ પગલાઓ જાહેર કર્યા ત્યાર બાદ આયર્ન ઓરમાં વેગીલી તેજી જોવા મળી. તાજેતરમાં ગોલ્ડમેને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે આયર્ન ઓરની વર્તમાન તેજી વાસ્તવિક નથી, તેમાંથી ગમ્મે ત્યારે હવા નીકળી જવાની છે. ૨૪ સપ્ટેમ્બરથી ૭ ઓકટોબર દરમિયાન ભાવ ૨૮ ટકા વધ્યા પણ ૮ ઓક્ટોબરે ભાવ ૧૧૪ ડોલરથી ગબડીને ૧૦૫ ડોલર થઇ ગયા. અને હવે ૧૦૦ ડોલરની અંદર જવા ઉતાવળા થયા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796