Tuesday, May 26, 2026
HomeEducation Newsસુરતઃ બોર્ડની પરિક્ષામાં ટ્રાફિક પોલીસ આવી રીતે વિદ્યાર્થીઓને કરશે મદદ

સુરતઃ બોર્ડની પરિક્ષામાં ટ્રાફિક પોલીસ આવી રીતે વિદ્યાર્થીઓને કરશે મદદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Traffic Police: રાજ્યમાં આગામી 14 માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam) શરૂ થવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષામાં અંદાજીત 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા (Students Exam) આપશે. પરંતુ સુરતમાં (Surat) મેટ્રોની કામગીરીના (Metro Work) કારણે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં (stuck) ન મુકાય તે માટે સુરત ટ્રાફિક પોલીસ (Surat Traffic Police) દ્વારા એક પહેલ કરવામાં આવી છે. જેમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય તેની તકેદારી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં આજે બોર્ડની પરીક્ષાની સામગ્રીઓ કેન્દ્રો પર પહોંચાડી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવી છે. પરીક્ષાના દિવસે પેપર સહિતની સામગ્રી સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્રો પર મોકલવામાં આવશે. આવતીકાલે વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા સેન્ટર પર બપોરે 12થી 4 દરમિયાન પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. જોકે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સુરત ટ્રાફિક પોલીસએ પહેલ કરી છે.

- Advertisement -

સુરત ટ્રાફિક DCP અનિતા વાનાણીએ બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં પરીક્ષા દરમિયાન ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જતી વખતે રસ્તામાં ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે શહેરમાં ટી.આર.બી. જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. ઉપરાંત પરીક્ષાના સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય માટે 18 અધિકારીઓને તૈનાદ કરવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એક હેલ્પલાઈન નંબર 7434095555 જાહેર કરવામાં આવ્યો છે. જેના પર કોલ કરીને પરીક્ષા આપવા જતાં સમયે વિદ્યાર્થીઓ ટ્રાફિકની નડતી મુશ્કેલીની મદદ માગી શકશે. આ નંબર પર કોલ કરતાં વિદ્યાર્થીઓને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવશે.

TAG: Surat News, Surat Traffic Police, Students Board Exam

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular