Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadકોંગ્રેસે ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરી, પાર્થિવરાજ કઠવાડિયાએ હર્ષ સંઘવીને રાજીનામું આપવાની સલાહ...

કોંગ્રેસે ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરી, પાર્થિવરાજ કઠવાડિયાએ હર્ષ સંઘવીને રાજીનામું આપવાની સલાહ આપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Drugs Smuggling in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ (Drugs) મોટી માત્રમાં પકડાઈ રહ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા જણાવવામાં આવેલા આંકડા મુજબ ગત વર્ષ કરતાં આ વર્ષે પકડાયેલા ડ્રગ્સનો (Drugs seized)મોટા પ્રમાણમાં વધારો થયો છે. અવાર-નવાર પોલીસ મોટા જથ્થામાં ગુજરાતનાં દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડી રહી છે. ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડાને લઈને હવે કોંગ્રેસ (Congress) સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે.

આજે અમદાવાદનાં પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લથડી રહી છે, જેની ચિંતા ગુજરાત સરકાર કરતી નથી. અવાર-નવાર ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે. ગુજરાતનાં યુવાનો ખોટા રસ્તે દોરાઈ રહ્યા છે. આ ડ્રગ્સની લતના કારણે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ગુજરાતની દરિયાઈ સરહદેથી તો ડ્રગ્સ ગુજરાતમાં આવે જ છે, પરંતુ હવે તો ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવટી ફેક્ટરીઓ ચાલી રહી છે.”

- Advertisement -

વિધાનસભામાં ગુજરાત સરકારે રજૂ કરેલા આંકડાને ટાંકતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “11 માર્ચના રોજ સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા ચોંકાવનારા અને ચિંતા ઉપજવનારા છે. માર્ચ 2022 સુધીમાં ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા 370 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જ્યારે માર્ચ 2023 સુધીના આંકડા જોઈએ તો 4058 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. એટલે બંને વર્ષની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે 3687 કરોડનો ડ્રગ્સમાં વધારો થયો છે.

પાર્થિવરાજ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “વર્ષ 2018માં ડ્રગ્સ સંબંધિત કૂલ 150 કેસ થયા હતા, જેમાં પણ ફક્ત 4 કેસ સાબિત થયા હતા. 2019માં 289 પૈકી 3 કેસ સાબિત થયા હતા અને 2020માં 308 પૈકી 4 કેસ સાબિત થયા હતા. આમ ડ્રગ્સના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમ છતાં સરકારના ઉદાસીન વલણને કારણે કેસ પુરવાર થતાં નથી. ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી ડ્રગ્સ પકડીને વાહવાહી લૂંટે છે, પણ જવાબ નથી આપતા કે આ ડ્રગ્સના ડીલર કોણ છે અને કોણ ગુજરાતમાં આ ડ્રગ્સ મંગાવે છે. જો ગૃહ રાજ્યમંત્રી જવાબ ન આપી શકતા હોય અને કાર્યવાહી ન કરી શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular