Friday, July 10, 2026
HomeBusinessક્રુડ ઓઈલ અને સોયા ઓઈલની તેજીના ડબલ ઘોડે સવાર સોયા કોમ્પ્લેક્સ

ક્રુડ ઓઈલ અને સોયા ઓઈલની તેજીના ડબલ ઘોડે સવાર સોયા કોમ્પ્લેક્સ

- Advertisement -
  • સટ્ટોડીયાઓએ તેમની લેણ પોઝીશન સરખી કરી નાખતા બજારનો આંતરપ્રવાહ શુક્રવારે ઢીલો પડી ગયો
  • વિશ્વિક સોયાબીન ઉત્પાદન વિક્રમ ૪૪૧૫ લાખ ટન આવવાની સંભાવના

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): અમેરિકાના મધ્ય-પશ્ચિમ સોયાબીન વાવેતર વિસ્તારમાં સારું હવામાન, ક્રુડ ઓઇલના ભાવમાં નરમાઈએ કોમોડીટી બજારનાં ભાવ પર દબાણ આણ્યું છે. શુક્રવારે ઇન્ટ્રાડે ટ્રેડીંગમાં શિકાગો સોયાબીન જુલાઈ વાયદો ૧૨ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો)નાં તાર્કિક સ્તરને તોડીને ૧૧.૯૦ ડોલર બોલાયો હતો. અમેરિકન કૃષિમંત્રાલયે ૧ સપ્ટેમ્બરથી શરુ થતી ૨૦૨૬-૨૭ની સોયાબીન મોસમમાં વપરાશ અપેક્ષાથી પુરવઠો નબળો રહેશે, એવી આગાહી કરતા ૧૯ મેએ સોયાબીન વાયદો બે વર્ષની ઉંચાઈએ ૧૨.૨૦ ડોલર ટ્રેડ થયો હતો. ગતવર્ષાંતથી જોઈએ તો સોયાબીન ૧૦.૬૪ ડોલરથી ૧૪ ટકા વધી ગયા છે. વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડીમાન્ડ એસ્ટીમેટ એજન્સીએ વર્ષારંભે પ્રોત્સાહક આગાહી કરી હતી. બીજી તરફ ક્રુડ ઓઈલ અને સોયા ઓઈલની તેજીના ડબલ ઘોડે સવાર સોયા કોમ્પ્લેક્સમાં તેજીનું નિર્માણ થયું હતું.

સોમવારે અમેરિકન બજારો મેમોરીયલ ડે રજા નિમિત્તે, ત્રણ દિવસની લાંબી રજા અગાઉ સટ્ટોડીયાઓએ તેમની લેણ પોઝીશન સરખી કરી નાખતા, બજારનો આંતરપ્રવાહ શુક્રવારે ઢીલો પડી ગયો હતો. સપ્તાહના આરંભે બજારનો ટોન મજબુત હતો. પણ પાકીસ્તાનની મધ્યસ્થીમાં ઈરાન યુદ્ધની શાંતિમંત્રણા ફરી શરુ થયાના સમાચારે ક્રુડ ઓઈલ ઘટતા, સોયા કોમ્પ્લેક્સ ઢીલું પડી ગયું હતું. ગત સપ્તાહે અમેરિકા ચીન વચ્ચે થયેલી વેપાર વાર્તામાં કોઈ સ્પષ્ટ સંકેતો નહિ મળતા, સોયા કોમ્પ્લેક્સમાં થોડી સાવધાની વર્તાતી હતી. ચીનના સંરક્ષિત વેપાર વિવાદ, વધુ વકરવાની સ્થિતિમાં છેલ્લા છ મહિનાથી અમેરિકન સોયાબીનની નિકાસ વેગથી ઘટી, સામે બ્રાઝીલથી વધી હતી.

- Advertisement -

ઇકોનોમિક રીસર્ચ સર્વિસનો અહેવાલ કહે છે કે બ્રાઝીલ, અમેરિકા અને આર્જેન્ટીના સહીત અનેક દેશમાં સોયાબીન ઉત્પાદન વૃદ્ધિના અનુમાનો જોતા, વિશ્વિક ઉત્પાદન વિક્રમ ૪૪૧૫ લાખ ટન આવવાની સંભાવના છે. વિશ્વની કુલ નિકાસમાં ૬૨ ટકા હિસ્સો ધરાવતા બ્રાઝીલનું ઉત્પાદન ૧૮૬૦ લાખ ટનની નવી ઊંચાઈ પહોચવાની આગાહી કરાઈ છે. વિશ્વભરમાં સોયાબીન, સનફલાવર સીડ, રાયડા, અને સિંગદાણાનું ઉત્પાદન વધતા ૨૦૨૬-૨૭મા તેલીબિયાનું સર્વાંગી ઉત્પાદન નવી વિક્રમ સપાટી વટાવી જશે. અમેરિકન કૃષિ મંત્રાલયની ઇકોનોમિક રીસર્ચ સર્વિસે એવી આગાહી કરી છે કે આ વર્ષે વિશ્વિક તેલીબીયા ઉત્પાદન ગતવર્ષ કરતા, ૨૦૦ લાખ ટન વધીને ૭૧૮૧ લાખ ટન આંબી જવાની શક્યતા છે.

યુક્રેનમાં સોયાબીન વાવેતર ગત વર્ષના સમાંતર ૨૦ લાખ હેકટરમાં થવાનું અનુમાન છે. પશુઆહાર, માછલી ઉપાર્જન, તેમજ ખાધ અને ઔધ્યોગિક માંગને સંતોષવા વિશ્વભરમાં ૫૪૯૮ લાખ ટન તેલીબિયાનું પીલાણ થશે. અમેરિકન કૃષિ મંત્રાલય કહે છે કે ઇન્ડોનેશિયા, બ્રાઝીલ અને અમેરિકા જેવા દેશોનાં તેલીબીયા બજારમાં બાયોફ્યુઅલની માંગ સતત અને મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સોયાબીન તેલ, સુર્યમુખી અને રાયડા તેલ વૈશ્વિકબજારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે.

ગત સપ્તાહે ચીન અમેરિકા વાતાઘાટોની ફલશ્રુતિ એ રહી કે ચીન ૨૦૨૮ સુધીમાં ૧૭ અબજ ડોલરના કૃષિ પેદાશની ખરીદી કરશે. જો કે ચીને હજુ આની શરૂઆત કરી નથી. અલબત્ત, રોકાણકારો અને ખેડૂતો હવે સોયાબીનના ભાવ શું રહેશે? એવા સવાલો પૂછી રહ્યા છે. બાયોફ્યુઅલ માટેની માંગ સતત વધતી રહેશે અને વર્ષાંત સ્ટોક ઘટવાની સંભાવના છે. અહી પ્રશ્ન એ છે કે નવેમ્બર વાયદો ૧૨ ડોલર ઉપર જશે કે તેના માટે રાહ જોવી? સોયાબીનની તેજી અત્યારે ફૂલગુલાબી મુડમાં છે, તમારે હવામાન અને બ્રાઝીલના પાક તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૨-૦૫-૨૦૨૬

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular