Tuesday, May 26, 2026
HomeGujaratSuratસુરતઃ તબેલાની આડમાં પામોલીન તેલ મીક્ષ કરી ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેકટરીનો પર્દાફાશ

સુરતઃ તબેલાની આડમાં પામોલીન તેલ મીક્ષ કરી ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેકટરીનો પર્દાફાશ

- Advertisement -

દિલીપ ચાવડા(નવજીવન ન્યુઝ, સુરત): સુરત ગ્રામ્ય પોલીસની કિમ પોલીસને માહિતી મળી હતી કે કુડસદ ગામે તબેલાની આડમાં ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેકટરી ચાલી રહી છે. જેથી કિમ પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પામોલિન તેલના ઉપયોગથી તૈયાર કરાતા બનાવટી ઘી અને અન્ય સાધન સામગ્રી સાથે ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવા સાથે ૬ લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઓલપાડ તાલુકાનાં કુડસદ ગામે ભાથીજી મંદિરની સામે બ્લોક નંબર ૭૦માં મેહુલ ગોપાલભાઈ પટેલ ઢોરના તબેલાની આડમાં બનાવેલી ફેકટરીમાં બનાવટી (ડુપ્લીકેટ) ધી બનાવી રહ્યા હતા. જેમા પામોલીન તેલનું ભેળસેળ કરીને કામધેનુ શુઘ્ધ ઘીના નામથી પેકિંગ કરીને બનાવટી ઘીનું વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

- Advertisement -

કિમ પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા તબેલામાં બનાવટી (ડુપ્લીકેટ) ધી બનાવીને તેનુ વેચાણ કરતા હોવાનું મળી આવ્યું હતું. આ બાબતે પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ સેફટીના અધિકારીઓને સ્થળ ઉપર નિરીક્ષણ અર્થે બોલાવી તપાસ કરતાં તબેલામાંથી મળી આવેલા ઘી ડુપ્લીકેટ હોવાનું નોંધાયું હતું. જેથી પોલીસે તબેલામાં બનાવેલી ફેકટરીમાં વધુ તપાસ કરતા ઘી બનાવવા માટે સુમન ગોલ્ડ પામોલીન તેલના પતરાના ડબ્બાઓ તથા ઘી બનાવવા માટેની સામગ્રી તેમજ પેકિંગની સામગ્રીઓ તેમજ પામોલીન તેલમાંથી બનાવેલા (ડુપ્લીકેટ) ઘીના ડબ્બાઓ મળી આવ્યા હતા. ડુપ્લીકેટ ઘી બનાવવા પકડાયેલા કેમિકલ સાથે અન્ય ચીજ વસ્તુઓ તથા બનાવટી ઘીના સંદર્ભે વધુ તપાસ અર્થે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ અલગ અલગ નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે રેડ કરી ત્યારે ઢોરના તબેલાની આડમાં ચાલતી ફેકટરીમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાની કામગીરી કરાવતો માલિક (૧) મેહુલભાઇ ગોપાલભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે, બી-૨૦૨. રહે બી-૨૦૨ રિવરડેંટ મોટાવરાછા સુરત શહેર મુળ રહે, સાવરકુંડલા 1 તા.સાવરકુંડલા જી.અમરેલી તથા તબેલામા બનાવટી ઘી બનાવનાર કામ કરતા મજુરો :(૧) તુષારભાઇ નોગાભાઇ ચાવડા ધંધો મજુરી રહે,કુડસદગામ રામનગર તા.ઓલપાડ જી.સુરત મુળ રહે, ફુલસરગામ તા.જી.ભાવનગર (૨) પાર્થકુમાર બળદેવભાઇ પટેલ ધંધો,મજુરી રહે,કુડસદ ગામ ગણેશનગર તા.ઓલપાડ જી.સુરત (૩) સાહિલભાઇ વારીશભાઇ સિંધા ધંધો,મજુરી રહે,કુડસદ ગામ ગણેશનગર તા.ઓલપાડ જી.સુરત (૪) આદિલ શાદિક શાહ ધંધો,મજુરી રહે,કુડસદ ગામ ગણેશનગર તા.ઓલપાડ જી.સુરત (૫) સંજન કોરભાઇ વસાવા ધંધો,મજુરી રહે,કુડસદ ગામ નવી નગરી તા.ઓલપાડ જી.સુરત (૬) ઉષાબેન મનહરભાઇ મંગાભાઇ વસાવા ધધો,મજુરી રહે,કુડસદ ગામ ગણેશનગર તા.ઓલપાડ જી.સુરત પોલીસના હાથે પકડાયા હતા. જ્યારે કિમ પોલીસે ઘટના સ્થળથી બનાવતી ઘી સાથે કુલ્લે કિંમત રૂપિયા.૧૪,૩૭,૯૭૦/- નો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પામોલીન તેલમાં ભેળસેળ કરી તેમાં ચોખ્ખુ ઘી દેખાય તેનો કલર નાંખીને ડુપ્લીકેટ ઘી બનાવાતું હતું. ઘી નો જથ્થો જીયો માર્ટ તથા એમેજોન તથા ફલીપકાર્ટ જેવી વેબસાઈટ ઉપર ઓનલાઈન વેચાણ કરાતો હતો. સદર બનાવટી ઘી બનાવવાની ફેકટરી ચલાવતો ઈસમ મેહુલભાઇ ગોપાલભાઇ પટેલ પોતે માક્રેટમાં વેચાતુ વનસ્પતિ તૈયાર ઘી જથ્થા બંધમાં ફેકટરીમા લાવે છે. અને ત્યારબાદ તે વનસ્પતિ ઘીમાં પોતાની ગૌશાળામાં બનતુ માખણમાંથી બનાવેલા ઘી નાંખી તેની સાથે પામોલીન તેલનું ભેળસેળ કરી તેમાં ચોખ્ખુ ઘી દેખાય તેનો કલર નાંખીને એક મોટા તપેલામા ચુલા ઉપર ગરમ કરે છે. અને તે બાદ ઠંડુ પડયા બાદ આ બનાવટી બનાવેલા ધીને એક એક લીટરના પ્લાસ્ટીકના ડબ્બામા ભરીને ડબ્બાના મોઢા ઉપર મશીન દ્રારા ફોઈલ પેપર નુ સીલ કરીને ઉપર ઢાંકણ બંધ કરીને ઢાંકણ ઉપર તથા પ્લાસ્ટીકના ડબ્બાના ફરતે KAMDHENU DAIRY FARM, PURE DESI COW GHEE 100 % NATURAL & ADDITIVES FREEના સ્ટીકરનું પેકિંગ કરીને તે બનાવેલા ઘીનો જથ્થો જીયો માર્ટ તથા એમેજોન તથા ફલીપકાર્ટ જેવી વેબસાઈટ ઉપર ઓનલાઈન વેચાણ કરતો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular