Saturday, April 27, 2024
HomeGujaratસુરતની આ બેઠક પર ગોપાલ ઈટાલીયા ચૂંટણી લડશે, CM કેજરીવાલે ટ્વીટ કરીને...

સુરતની આ બેઠક પર ગોપાલ ઈટાલીયા ચૂંટણી લડશે, CM કેજરીવાલે ટ્વીટ કરીને આપી જાણકારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતમાં તમામ બેઠક પર ચૂંટણી લડવા જઈ રહેલી આપ પાર્ટી ધડાઘડી ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. જોકે ચૂંટણી જાહેર થતાં આપ વધુ સક્રિય થઈ રહી છે. તેવામાં સીએમ કેજરીવાલ દ્વારા વધુ બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે આપેલી જાણકારી અનુસાર ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયા સુરતથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કારંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પહેલીવાર તમામ બેઠક પર ચૂંટણી લડી રહેલી આપ પાર્ટીએ અત્યાર સુધીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. ગઈકાલે આપએ 12મી યાદી જાહેર કરીને 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જોકે હવે માત્ર 22 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી રહ્યા છે. આપએ સુરતમાં જ 4 બેઠક પર દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે. જેમાં ગોપાલ ઈટાલીયા કતારગામ બેઠકથી, મનોજ સોરઠીયા કરંજ બેઠકથી, અલ્પેશ કથીરિયા વરાછા બેઠકથી અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠકથી ચૂંટણી લડશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular