Tuesday, May 26, 2026
HomeGujaratસૌરાષ્ટ્રના વધુ એક નેતા કોંગ્રેસમાંથી વિકેટ પડવાની તૈયારી, કમલમમાં કેસરીયો થશે

સૌરાષ્ટ્રના વધુ એક નેતા કોંગ્રેસમાંથી વિકેટ પડવાની તૈયારી, કમલમમાં કેસરીયો થશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ કોંગ્રેસના પીઢ અને શક્તિશાળી ધારાસભ્ય મોહન રાઠવા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા પક્ષને રામરામ કરવાની તૈયારીમાં છે. તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ પણ કોંગ્રેસ છોડી શકે છે. ભગાભાઈ બારડ કોંગ્રેસ છોડીને ભાજપમાં એન્ટ્રી કરે તેવી ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાથી જ અટળો ચાલી રહી હતી કે, ગીરસોમનાથ પરના તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ કોંગ્રેસ છોડીને કેસરીયો ધારણ કરશે. પરંતું આ મામલાને ભગાભાઈ બારડ પત્રકારો સમક્ષ નકારી રહ્યા હતા. ત્યારે ગઈકાલ સોમવારના રોજ ભગાભાઈએ પારિવારીક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભાજપમાં જોડાવું કે નહીં તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ ભગાભાઈના વતન બાદલપર ગામ ખાતે કાર્યકરો અને આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી.

- Advertisement -

સુત્રો અનુસાર આ બેઠકમાં કાર્યકરોને ભાજપમાં જેડાવા અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસમાં તેમને સંઘર્ષ કરવો પડતો હોવાની ચર્ચા થઈ હતી, ઉપરાંત ભાજપમાં જોડાવા અંગે તેમના કાર્યકરોની અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જોકે મિટિંગમાં આવેલા કાર્યકરોએ ભગાભાઈના નિર્ણયને આવકાર્યો હતો. આવતી કાલે કમલમ ખાતે ભગાભાઈ કેસરીયો ધારણ કરે તેવી પુરેપુરી સંભાવના રહેલી છે. મહત્વની બાબત છે કે, ગીરસોમનાથ જિલ્લામાં ભગાભાઈ બારડ ભાજપમાં સામેલ થતાં કોંગ્રેસના રાજકીય ગણીત વિખાય શકે તેમ છે. સાથે જ ભગાભાઈ બારડ ભાજપમાં જતાં તેમને વેરાવળ બેઠક પરથી ભાજપ ચૂંટણી લડાવે તેવા સંકેત મળી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular