Monday, August 24, 2026
HomeGeneralઅહો આશ્ચર્ય સુરતના આ ખેડૂતે રેકોર્ડ બ્રેક 'એક કિલોની એક ડુંગળી' ઉછેરી,...

અહો આશ્ચર્ય સુરતના આ ખેડૂતે રેકોર્ડ બ્રેક ‘એક કિલોની એક ડુંગળી’ ઉછેરી, નિષ્ફળતાઓ રોકી શકી નહીં

- Advertisement -




દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત ગ્રામ્ય): ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કિનારે સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદથી વિકસેલા સરસ ગામના યુવાન ખેડૂતે ક્ષાર યુક્ત જમીનમાં સૌથી મોટા કદ અને વજનવાળા કાંદાની ખેતી કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે દાખલો બેસાડ્યો છે. રાસાયણિક ખેતીમાં નિષ્ફળતા મળવા સાથે મોટી આર્થિક નુકસાની ભોગવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાઈને મહામહેનતે ક્ષાર યુક્ત જમીનમાં પ્રાણ લાવી અન્ય ખેડૂતો માટે દાખલ રૂપ ખેતી કરી બતાવી છે.

ઓલપાડ તાલુકાને ફરતે અરબી સમુદ્ર આવેલો હોવાથી સમુદ્રના ખારા પાણી ભૂગર્ભ જળ સાથે ભળીને જમીનમાં દૂર દૂર સુધી પહોંચી જતા તાલુકાના કાંઠાના અનેક ગામોમાં ખેતી લાયક જમીનોમાં પણ ક્ષાર આવી જવાનું નોંધાયું છે. ક્ષાર યુક્ત જમીન થવાથી સિંચાઇના પાણીની સગવડને લઈને કાંઠાના ગામના ખેડૂતો મહત્તમ ડાંગરની ખેતી કરતા આવ્યા છે. જ્યારે જમીનમાં ક્ષાર આવવાને લઈને કેટલાક ખેડૂતો જિંગા ઉછેર તરફ વળ્યા છે.

ઓલપાડ તાલુકાના સરસ ગામના યુવાન ખેડૂત રાજદીપ અશોકભાઈ પટેલ કે જેઓ બાંધકામ અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના વ્યવસાયમાં મંદી આવતા તેઓ ખેતી તરફ વળતા સરસ ગામે અરબી સમુદ્રને જોડતી સેના ખાડીને અડીને તેમનું ખેતર આવેલું હોય. અરબી સમુદ્રના ખારા પાણી બારેમાસ રહેવાથી જમીન ક્ષાર વાળી થઈ જવા પામી હતી. આટલું નહીં હોય ક્ષાર વાળા પાણીને લઈને ખેતી કરવી શકય ન હોવાથી સરસ ગામના ખેડૂતો જિંગા તળાવ બનાવી દરિયાનાં ખારા પાણીથી જિંગા ઉછેર કરતા આવ્યા છે. જ્યારે ખેતી તરફ પ્રેરાયેલા રાજદીપ પટેલે ક્ષાર યુક્ત જમીનમાં રાસાયણિક ખેતી કરતા પહેલા જ વર્ષે ખેતરમાં પાક નિષ્ફળ જતાં તેમને મોટું આર્થિક નુકસાન થયું હતું. જોકે તેમ છત્તાં તેમની હિંમત તૂટી નહીં.


- Advertisement -

ત્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિશે જ્ઞાન મેળવી રાજદીપે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી થકી જુદા જુદા ફળ અને શાકભાજી સાથે શેરડી સાથે આંતર પાક તરીકે કાંદાની વાવણી કરી હતી. રાજદીપે સુભાષ પાલેકર પાકૃતિક ખેતીમાં ગૌ મૂત્ર, દેસી ગાયનું છાણ અને અન્ય ઔસધી ના ઉપયોગથી જયે તૈયાર કરેલા જીવામૃત અને પાણીના ઉપયોગથી પાકનું સિંચન કરતા આવ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ઉછેરેલા કાંદાએ ગુજરાતનો રેકોર્ડ કર્યો છે. રાજદીપ પટેલના ખેતરમાં એક કિલોના વજનનો એક કાંદો એવા આંઠ વિઘા જમીનમાં શેરડી સાથેના આંતર પાકમાં ૧૫૦ મણથી વધુ કાંદાનો પાક લઇને મોટી કમાણી પણ કરી છે.

ક્ષાર વાળી જમીનમાં એક કિલો વજન જેટલા મોટા કદના કાંદા ગુજરાતમાં પ્રથમ વખત થયા હોવાનો ખેડૂતે દાવો કર્યો છે. નવજીવન ન્યૂઝ સાથેની મુલાકાતમાં વધુ માહિતી આપતા રાજદીપના કહેવા મુજબ અરબી સમુદ્રને જોડતી સેના ખાદીને અડીને આવેલા તેમના ખેતર તરફ હંમેશાં દરિયાના ખારા પાણીનો ભરાવો થવાથી જમીન ક્ષાર વાળી થઈ છે. જેથી એક માત્ર તેમના ખેતર સિવાય આજુ બાજુમા આવેલા જિંગા તળાવોમાં દરિયાના ખારા પાણીથી જિંગા ઉછેર કરવામાં આવે છે. જ્યારે પ્રથમ વખત આંતર પાક તરીકે કાંદાની ખેતી કરવા સાથે ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી થકી એક કિલો જેટલા વજનના એક એવા કાંદાની ખેતી કરી બતાવી છે. આટલું નહીં પણ તેમણે ઉછરેલા કાંદાનું બિયારણ તૈયાર કરી અત્યાર બાદ અન્ય ખેડૂતોને પણ આપવાની તૈયારી બતાવી છે.
 

એક કિલો વજનનો એક કાંદો જે ખૂબ પોસ્ટિક અને સૌથી મોટા કદનો હોવા સાથે પ્રાકૃતિક છેઃ રાજદીપ પટેલ, ખેડૂત “રાસાયણિક ખેતીમાં નિષ્ફળ થતાં ખેતી કરવાનુ પડતું મુકવાનું વિચાર્યા બાદ મને પ્રાકૃતિક ખેતી વિશે જાણવા મળતા મે ફરી એકવાર ખેતી કરવાનું સાહસ કર્યું. મારા ખેતરમાં ક્ષાર હોવા છતાં પ્રાકૃતિક ખેતી તરીકે અન્ય પાક સાથે આંતર પાક તરીકે કાંદાની ખેતી કરી હતી. માટે ત્યાં એક કિલોના વજનનો અને સૌથી મોટા કદનો એક કાંદો થયો છે. પ્રાકૃતિક ખેતી તરીકે આજદિન સુધી આટલા મોટા કદના અને વજનના કાંદાનો ગુજરાતમાં કોઈ ખેડૂતે પાક નથી લીધો. સૌ પ્રથમ વખત મારા ખેતરમાં આવા કાંદા થયા છે.”
પાકૃતિક ખેતીમાં જ આવી સફળતા સાથે અશક્ય ખેતી પણ શક્ય બની શકેઃ લતાબેન પટેલ, મહિલા ખેડૂત “ક્ષાર વાળી જમીનમાં ખેતી ન થવાની માનસિકતા ખેડૂતો આવી જમીનને બંજર બનાવી રહ્યા છે. ત્યારે મારી પાસે પણ અરબી સમુદ્રના કાંઠે ક્ષાર વાળી જમીન હતી મેં તેમાં પ્રાકૃતિક ખેતીથી શાકભાજી થકી સફળ ખેતી કરી છે. સરસ ગામના ખેડૂત રાજદીપ પટેલે પાકૃતિક ખેતી થકી એક કિલો વજન સાથે સૌથી મોટી કદના કાંદાની ખેતી કરી ખેડૂતો માટે દાખલો બેસાડ્યો છે ત્યારે આ પ્રાકૃતિક ખેતી થકી જ શક્ય થઈ શકે તેમ છે.”

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular