Sunday, August 23, 2026
HomeGujaratગોધરાની મહિલાએ ખેડાના યુવકને ઘરે બોલાવ્યો, પતિએ ફોટો પાડી રૂ. 10 લાખ...

ગોધરાની મહિલાએ ખેડાના યુવકને ઘરે બોલાવ્યો, પતિએ ફોટો પાડી રૂ. 10 લાખ માગ્યા, પોલીસે બચાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગોધરાઃ ગોધરા શહેરમાં એક યુવાનને હનીટ્રેપમાં ફસાવીને ૧૦,૦૦૦,૦૦ રૂપિયાની માંગણી કરનાર દંપતિને ગોધરા એ ડીવીઝન પોલીસે છટકું ગોઠવીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગોધરા એ.ડીવીઝન પોલીસ મથકે ડીવાએસપી સી.સી.ખટાણા દ્વારા એક પ્રેસમિંટિગનું આયોજન કરીને સમગ્ર વિગતની માહિતી આપવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં રહેતો એક યુવાન આર્યુવેદિક કંપનીમા કામ કરીને દવાઓનું વેચાણ કરતો હતો. પંચમહાલ જિલ્લામાં પણ દવાઓનું વેચાણ કરતી વખતે યુવકનો સંપર્ક શહેરા તાલુકાના તરસંગ ગામની આશાબેન ભરવાડ જોડે થયો હતો. જેમાં દવાઓ મંગાવવા માટે ફોન નંબર માંગતા યુવકે નંબર આપ્યો હતો અને આશાબેનની વાતચીત યુવક સાથે
થતી હતી. આ યુવક ૨૯ તારીખના રોજ ગોધરા ખાતે કામ અર્થે આવ્યો હતો અને તે સમયે આશાબેન ભરવાડે યુવકને ફોન કરીને ગોધરા ખાતેના ઘરે બોલાવ્યો હતો. જ્યાં આશાબેનના પતિ કનુભાઇ આવી જતા યુવકને ધકકો મારીને રુમમાં લઇ જઈ હું કહું તેમ કરવું પડશે. તેમ કહી આશાબેન સાથે બિભત્સ હાલતમાં ફોટા પાડીને તારે બચવું હોય તો ૧૦ લાખ રૂપિયા આપવા પડશે.અને બળાત્કારની ખોટી ફરિયાદ કરીને જેલભેગો કરી દઈશ તેવી ધમકી આપી હતી. આથી યુવક પૈસા ન આપવા હોય તેણે પોલીસને જાણ કરી હતી અને ટીમે છટકું ગોઠવીને દંપતીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીવાયએસપી સી.સી.ખટાણાએ પત્રકાર પરિષદ કરીને સમગ્ર મામલે માહિતી આપી હતી.
આરોપી ઇસમ કનૂભાઈ ભરવાડનો ગુનાહિત ઇતિહાસ છે. જે એક કરોડની છેતરપીંડીના કેસમાં
કોર્ટે ૨૫ લાખ ભરવાની શરતે જામીન આપ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular