Sunday, August 23, 2026
HomeGujaratરાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયની ટીમે જામનગર જિલ્લામાંથી હજારો લિટર નકલી દૂધ...

રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયની ટીમે જામનગર જિલ્લામાંથી હજારો લિટર નકલી દૂધ પકડાયું, 6 શખસોના ઘર અને ડેરીમાં તપાસ

- Advertisement -

Fake milk scam in Saurashtra : ભાવનગરમાં બનેલા નકલી દારૂએ અનેક પ્યાસીઓને યમલોક પહોંચાડી દીધા (Bhavnagar Lattha Kand) છે. ગુજરાતમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોની હેરફેર અને વેચાણ બેફામ રીતે થઈ રહ્યું છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમે (Nirlipt Rai Rajkot Range) જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં કેટલાંક શખસોના ઘર તેમજ ડેરીઓ પર દરોડા પાડી નકલી દૂધ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમને 7150 લિટર ભેળસેળવાળુ-નકલી દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને દૂધ બનાવવાનો 15 કિલો પાવડર મળી આવ્યો હતો. પોલીસની સાથે તપાસમાં જોડાયેલા ફૂડ સેફટી ઓફીસરે (Food Safety Officer) દૂધ, ઘી અને પાવડરના સેમ્પલ મેળવી તમામ જથ્થો નાશ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં નકલી દૂધ તેમજ તેની બનાવટો પકડાઈ હોવાના અનેક કેસ સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે.

રાજકોટ રેન્જની ટીમના પીએસઆઈ સી.એમ.કાંટેલીયા (C M Kanteliya PSI) તથા તેમની ટીમે જામનગર જિલ્લાના હરીપર ગામે રહેતા શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓ મેરૂભાઇ વીરાભાઇ ભારાઇ, અરજણભાઇ હમીરભાઇ હુણ, બધાભાઇ બાવનભાઇ ચાવડા, મેરૂભાઇ બધાભાઇ વંશ, રાણાભાઇ બટુકભાઇ ભારાઇ અને બોધાભાઇ નાથાભાઇ વંશના રહેણાંક મકાન તથા ઘર પાસે આવેલી અલગ-અલગ ડેરીઓમાં એક સાથે દરોડા પાડ્યા હતા. આ સ્થળો પર નકલી અને ભેળસેળવાળુ દૂધ બનાવવાનું ચાલતું હતું. પોલીસે નકલી દૂધ, વનસ્પતિ ઘી અને દૂધ બનાવવાનો પાવડરનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. ત્યારબાદ ફૂડ સેફ્ટી ઑફિસરને જાણ કરાતા તેમની ટીમ સ્થળ પર આવી હતી અને જપ્ત કરાયેલા જથ્થામાંથી સેમ્પલ મેળવી તમામ પદાર્થને નાશ કરી દીધો હતો. આ મામલે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથક (Kalavad Rural Police Station) ના ચોપડે નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular