નવજીવન ન્યૂઝ. સુરત: સુરતની આ ઘટના છે જેનો વિડીયો સામે આવતા સૌ કોઈનું હ્રદય ધબકારો ચુકી જાય છે. આ ઘટનામાં કંઈક એવું છે કે, ઢાબામાં આરામથી લોકો બેઠા હતા અને મોજ કરતા હતા. દરમિયાન મોજના રંગમાં ભંગ પાડવા માટે રોડ પરથી પસાર થતું બોલેરો પિક-અપ આવી ચઢ્યું હતું. બેકાબૂ પિક-અપ અચાનક જ ઢાબામાં ઘુસી ટેબલ પર આરામથી ભોજન કરી રહેવા યુવક પર આવી ચઢ્યું હતું.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલા બાપનો બગીચો ઢાબાની આ ઘટના છે. ઢાબામાં કેટલાક ગ્રાહકો ભોજન કરી રહ્યા હતા ત્યારે જ અચાનક રસ્તા પરથી પસાર થઈ રહેલા બોલેરો પિક-અપ ઢાબમાં અંદર ઘુસી ગઈ હતી. વાહનના ડ્રાયવરે અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પિક-અપ પુરપાટ ઝડપે ઢાબામાં ઘુસી ગયું હતુ. ઘુસી આવેલા પિક-અપ વાહને ઢાબામાં ટેબલ પર બેસી જમી રહેલા એક યુવકને કચડી નાખ્યો હતો. જ્યારે અન્ય બે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સાથે જ ઢાબાના માલિક પણ સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જે વીડિયો જોતા અકસ્માત કેટલો ગંભીર હતો તેનો અંદાજ માંડી શકાય છે.
ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે, પિક-અપ વાહને ઢાબામાં કેવી ભયાનક રીતે એન્ટ્રી કરી હતી. સાથે જ દેખાય છે કે ચા બનાવી રહેલો યુવક જીવ બચાવવા માટે બહારની તરફ ભાગી રહ્યો છે. સાથે જ કેટલાક ગ્રાહકો મોબાઈલ જોઈ રહ્યા છે અને એક યુવક ખુરશી પર બેઠો છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના સમયે 8-10 ગ્રાહકો ઢાબામાં હાજર હતા તેમાંના 3-4 લોકોને ઈજા પહોંચી હતી. થોડી ક્ષણો માટે તો હાજર લોકો સમજી જ ન શક્યા કે ખરેખર આ થયું કેવી રીતે અને ઈશ્વરનો આભાર માન્યો હતો કે તેમના જીવ બચી ગયા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








