Thursday, November 26, 2026
HomeGujaratવેકેશન બાદ પ્રથમ દિવસે સ્કૂલે જતી 5 વર્ષીય બાળકી ટ્રક નીચે કચડાઈ,...

વેકેશન બાદ પ્રથમ દિવસે સ્કૂલે જતી 5 વર્ષીય બાળકી ટ્રક નીચે કચડાઈ, પિતા બાઈક પર મૂકવા જઈ રહ્યા હતા

- Advertisement -

Ahmedabad Chandlodiya bike truck accident: અમદાવાદના ચાંદલોડિયા ગરનાળા પાસે આજે (26 નવેમ્બર) સવારે ગમખ્વાર અકસ્માતમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. વેકેશન બાદ પ્રથમ દિવસે બાળકી પોતાના પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે બાઈકને ટક્કર મારતાં પિતા-પુત્રી રસ્તા પર પટકાયાં હતાં. બાળકી ટ્રકના ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના પિતાને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે A ટ્રાફિક ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

રાણીપ અને ચાંદલોડિયાને જોડતા રેલવે ગરનાળા પાસે આ અકસ્માત સર્જાયો હતો. પાંચ વર્ષની નેહલ પટેલ તેના પિતા સાથે બાઈક પર નીલકંઠ સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન પાછળથી આવેલા ટ્રકે પૂરઝડપે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર લાગતાં પિતા-પુત્રી રસ્તા પર પટકાયાં હતાં. આ દરમિયાન ટ્રકનું ટાયર બાળકી પરથી ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતમાં બાળકીના પિતાને ખભાના ભાગે ઈજા થઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.

- Advertisement -

અકસ્માાત બાદ બાળકીના પિતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ ટ્રકચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી છે અને ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે A ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular