Saturday, November 28, 2026
HomeGujaratસુરતમાં IT વિભાગના દરોડા, શ્રી અરિહંત ડાયકેમ અને અકાય ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટરોના ઘર-નિવાસ...

સુરતમાં IT વિભાગના દરોડા, શ્રી અરિહંત ડાયકેમ અને અકાય ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટરોના ઘર-નિવાસ સ્થાને સર્ચ

- Advertisement -

Income Tax Department teams raid Surat city : આવકવેરા વિભાગની અનેક ટીમો આજે શુક્રવારના રોજ સુરત શહેરમાં ત્રાટકી છે. મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત ‘શ્રી અરિહંત ડાયકેમ’ તેમજ ‘અકાય ઈન્ડસ્ટ્રીઝ’ કંપની પર મુંબઈ અને સુરત ઇન્કમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ (Mumbai and Surat Income Tax Investigation Wing) દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા છે. IT વિભાગના 80થી વધુ અધિકારીઓ બંને શહેરમાં ચાલી રહેલા સર્ચ ઑપરેશનમાં લાગી ગયા છે. દરોડાના સ્થળેથી અધિકારીઓને કેટલાંક શંકાસ્પદ ડિજિટલ પુરાવા હાથ લાગ્યા છે. રેડમાં મોટા પાયે બેનામી વ્યવહાર મળી આવવાની શક્યતા છે.

વહેલી સવારથી ચાલી રહેલા દરોડાના સ્થળો પર હથિયારધારી પોલીસ ખડકી દેવાઈ છે. શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાન, મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ તેમજ બંને કંપનીઓના અન્ય ધંધાકીય સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. શાહ બંધુઓ સાથે જોડાયેલા અન્ય કેટલાંક લોકોના નિવાસ સ્થાન તેમજ ઓફિસ ખાતે IT ના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. દરોડાના સ્થળોએ મળી આવેલા દસ્તાવેજો અને હિસાબોના વ્યવહારની અધિકારીઓએ તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular