Friday, April 17, 2026
HomeGujaratSuratઅકસ્માતમાં ઈજાગ્રસ્તને મદદ કરશો તો મળશે આ ઈનામ; સુરત ટ્રાફિક પોલીસની પહેલ

અકસ્માતમાં ઈજાગ્રસ્તને મદદ કરશો તો મળશે આ ઈનામ; સુરત ટ્રાફિક પોલીસની પહેલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતમાં રોજબરોજ માર્ગ અકસ્માત સર્જાતા હોય છે. કેટલાક કિસ્સામાં અકસ્માત બાદ પીડિત વ્યક્તિઓને સારવાર સમયસર ન મળતા મોતને ભેટતા હોય છે. કારણ કે અકસ્માત બાદ મોટા ભાગે લોકો મદદ કરવાના બદલે ફોટો-વીડિયો બનાવવામાં અને કેટલાક નજર અંદાજ કરીને મદદ કરવાના બદલે ચાલતી પકડતા હોય છે. એક કારણ એવું પણ છે કે અકસ્માતમાં મદદ કરનારને પોલીસ સ્ટેશનના ધકા ખાવા પડતા હોવાનું માનવમાં આવે છે. જેના કારણે પણ કેટલાક લોકો તો મદદ કરવાથી દૂર રહેતા હોય છે. ત્યારે સુરત પોલીસ દ્વારા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને મદદ કરનારોઓ ઈનામ આપવાનું નક્કી કર્યું છે.

આપણી નજર સામે ક્યારેક અકસ્માત થાય તો માનવતાના ધોરણે ઊભા રહીને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા તે આપણી નૈતિક ફરજ છે. તેમ છતાં કેટલીકવાર અકસ્માત બાદ પોલીસને જવાબ કોણ આપે તેમ વિચારી ઈજાગ્રસ્તની મદદે કોઈ આવતું નથી. જેના કારણે કેટલીકવાર ઈજાગ્રસ્તોનું ઘટના સ્થળે જ મોત નિપજતુ હોય છે. વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસે નવી પહેલ કરી છે. જે મુજબ જો કોઈ વ્યક્તિએ અકસ્માતમાં કોઈનો જીવ બચાવ્યો હશે તેની કામગીરીને બીરદાવા સરકાર તરફથી ગુડ સમરિટન એવોર્ડ અંતર્ગત 1 લાખ સુધીની રોકડનું ઈનામ અને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાશે. જે માટે ટ્રાફિક પોલીસનો હેલ્પલાઈન વોટસએપ નં-74340-95555 પર સંપર્ક કરી જાણ કરવાની રહેશે.

- Advertisement -

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, સુરત શહેર વિસ્તારમાં કોઈ અકસ્માતનો બનાવ બન્યો હોય અને અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને અકસ્માત બન્યાના એક કલાકમાં જો કોઈ વ્યક્તિએ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોંચાડીને ઈજાગ્રસ્તની મદદ કરી હોય તેવા લોકોએ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન વોટ્સએપ નં.74340-95555 પર સંપર્ક કરી જાણ કરવી. જેથી મદદ કરનાર વ્યક્તિને સરકાર તરફથી “ GOOD SAMARITAN AWARD ” અંતર્ગત રૂ. એક લાખ સુધીનું રોકડ ઇનામ,અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular