નવજીવન ન્યૂઝ. સૂરત: Surat News : આજકાલ 5Gના યુગમાં ઝડપની મજા માણવી લોકોને અને ખાસ કરીને યુવાનોને ખૂબ ગમે છે. સાથે સાથે અવનવી રિલ્સ બનાવીને લાઇક્સ, વ્યૂઝ મેળવવાના ચક્કરમાં, ફેમસ થવાની, વાયરલ થવાની ઘેલછામાં લોકો એટલા ગાંડાતુર બની જાય છે કે, તેમને નજર સામે રહેલા જોખમ પણ દેખાતા નથી. આવા જ જોખમની અવગણના કરીને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાના અસંખ્ય દાખલા છે. પરંતુ હવે ગુજરાત પોલીસ પણ સતત આવા લોકોને મોનિટર કરી રહી છે, જે આવા જોખમી સ્ટંટ (Dangerous stunt) કરી રહ્યા છે. આવા જ લોકોને સૂરતની પોલીસે (Surat Police) ધરપકડ કરીને કાયદાના પાઠ ભણાવ્યા છે.
શુક્રવારે રાત્રે સૂરતના (Surat) ઉમરા વિસ્તારમાં એક કારની રૂફ પર બેસી યુવક સ્ટંટ કરતો હતો. જેનો વિડીયો સોશિયલ મિડિયા પર વાયરલ (Video Viral) થયો હતો. જે બાદ સ્ટંટબાજોની શાન ઠેકાણે લાવવા ઉમરા પોલીસ હરકતમાં આવી હતી. કારના રુફ પર ખુલ્લેઆમ સ્ટંટ કરતા અઝહર શેખ અને એઝાઝ શેખ નામના શખ્સોની અટકાયત કરી હતી. તેમ જ જે જગ્યા પર તેઓ રાત્રે સ્ટંટ કરતા હતા, તે જગ્યાએ આરોપીઓને લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
આ સિવાય અન્ય એક ઓવરસ્પિડિંગનો વિડીયો પણ હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ગીતો વગાડતાં વગાડતાં 160 કિ.મિ. પ્રતિ કલાકની ઝડપે કાર હંકારી રહી છે. એ યુવતીનું નામ જન્નત મીર હોવાનું સામે આવ્યું છે. એક તરફ રાત્રિ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી કડક કાર્યવાહી કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આવા નબીરાઓ કાયદા વ્યવસ્થાને ઘોળીને પી ગયા છે. જાણે કે તેમને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય!
યુવાનો રિલ્સ તેમજ વિડીયો બનાવના ચક્કરમાં એટલા છાકટા બની જતા હોય છે. ગમે તેવા જોખમી ખેડી લેતા હોય છે. તેમજ પોલીસ દ્વારા પણ અવાર-નવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે છતાં આવા સ્ટંટબાજોના પેટનું પાણી હલતું નથી. પોલીસ પણ પોતાનું કામ કરી રહી છે, પરંતુ કેટલાક લોકો જ્યાં સુધી કાયદાના સકંજામાં ન આવે ત્યાં સુધી સમજવા જ તૈયાર નથી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








