નવજીવન ન્યૂઝ. (નવી દિલ્હી) : આગામી લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election 2024) હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. ત્યારે પોતાની દૂરદૃષ્ટિ માટે જાણીતી ‘ભારતીય જનતા પાર્ટી’એ (BJP) પોતાના હુકમના પાનાં ઉતરવાનું શરૂ કરી દીધું છે. 2024ની લોકસભા ચૂંટણીની જવાબદારી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ (BJP President J P Nadda) શનિવારે નવી ટીમની જાહેરાત કરી હતી. જોકે સરકારમાં સર્વોચ્ચ ગણાતા બંને પદ પર ગુજરાતી નેતાઓ હોવા છતાં ગુજરાતના એકપણ નેતાને કોઈ જવાબદારી સોંપાઈ નથી. જેની પાછળ કોઈ રાજકીય રણનીતિ હોવાનું પણ અનુમાન લોકો દ્વારા કરાઈ રહ્યું છે.
આ જાહેરાતમાં જે. પી. નડ્ડાએ ભાજપના 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 13 રાષ્ટ્રીય સચિવ અને 8 મહામંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસ અને સૌદાન સિંહ સહિત તેર નામની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સચિવ તરીકે વિજયા રાહટકર, સત્યા કુમાર, પંકજા મુંડે સહિત તેર લોકોના નામની જાહેરાત કરી છે. ઉપરાંત મહામંત્રી તરીકે જાહેર કરેલા 8 નામોમાં અરૂણ સિંહ, તરુણ ચુગ, કૈલાશ વિજયવર્ગીય, સુનિલ બંસલ વગેરેનો સમાવેશ થાય છે.
આ રહી તમામ નામોની યાદી…


આ તો થઈ ભાજપની જાહેરાત. હવે કોંગ્રેસ અને આપ રાજકારણના મેદાનમાં ઉતારે છે તે જોવાનું રહ્યું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








