નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ બનેલા ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આજે કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. ફેનિલ નામના આરોપીએ ગ્રીષ્માની હત્યા કર્યા બાદ પોતાના હાથની નસ કાપીને ઝેર પીને આત્મહત્યા કરવાનાઓ પ્રયાસ કર્યો હતો, જો કે તેને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવતા તેનો બચાવ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી. છેલ્લા ત્રણ માહિનામાં ફાસ્ટટ્રેક કોર્ટમા આ કેસ ચલાવવામા આવ્યો અને આજે ફેનિલને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.
ગ્રીષ્મા હત્યા કેસમાં માત્ર 7 જ દિવસમાં પોલીસે 2500 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી અને કોર્ટમાં 100થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. સરકારી પક્ષના વકીલે જણાવ્યુ હતું કે, “આરોપીએ જ્યારે ગ્રીષ્માની હત્યા કરી તે સમયનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે વિડીયો જ અમારો મુખ્ય પુરાવો સાબિત થયો હતો, વિડિયોના આધારે જ પીડિતાને ન્યાય મળ્યો છે.” અત્રે ઉલ્લેખનીય છે કે જે વિડિયોને જોઈને લોકો કહેતા હતા કે ગ્રીષ્માની મદદ કરવા કોઈ ગયું નહીં તે જ વિડિયોએ છેલ્લે તેને ન્યાય અપાવ્યો છે.
સરકારી પક્ષના વકીલની દલીલ હતી કે, આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવે છે અને તેણે ઈરાદાપૂર્વક ગ્રીષ્માની હત્યા કરી હતી. આ અંગે તેણે ગ્રીષ્માની બે મિત્ર સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈને કઈક મોટું કરીશ અને ત્યાર બાદ સાંજના સમયે તેણે ગ્રીષ્માના ઘરે જઈને તેની હત્યા કરી હતી આ ઉપરાંત પીડિતાના કાકા અને ભાઈની પણ હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આમ આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.
આ કેસમાં કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આજે પુરાવા અને નિવેદનોને ધ્યાનમાં રાખીને ફાંસીની સજા આપવામાં આવી છે. ગ્રીષ્માની હત્યા ઉપરાંત તેના કાકા અને ભાઈની હત્યાના પ્રયાસના ગુનામાં પણ ફેનિલને કોર્ટે સજા આપી છે. ફેનિલને સજા મળ્યા બાદ ગ્રીષ્માના પિતાએ જણાવ્યુ હતું કે, “અમારી દીકરી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી દરેક માગણીઓ પૂર્ણ થઈ છે. અમને ન્યાયતંત્ર ઉપર ભરોશો છે. પોલીસને મદદ કરનારા તમામનો આભાર.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











