નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર ફરી એકવાર આફતના વાદળો મંડરાયા છે. તાજેતરમાં PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર હવે 2017ના ગુનામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 12 લોકોને કોર્ટે સજા ફટકારી છે. ત્યારે ફરી એકવાર જિગ્નેશ મેવાણીને જેલમાં જવાનો વારો આવ્યો છે.
ઉનાકાંડના એક વર્ષ નિમિત્તે 2017માં બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ મામલે મહેસાણાથી ધાનેરા સુધી કરવામાં આવેલી ‘આઝાદી કુચ’માં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કૌશિક પરમાર, સુબોધ પરમાર સહિતનાઓએ રેલી કાઢી હતી. દલિતોને અન્યાયના વિરુદ્ધમાં આઝાદી કૂચ રેલી માટે પોલીસ પરમીશન ન હોવાના કારણે આઝાદી કૂચ રેલી બાબતે 17 સામે ફરિયાદ થયેલી. આ કેસમાં કુલ 10 આરોપીઓને મહેસાણાની કોર્ટ દ્વારા 3 માસની જેલ અને 1000 રૂપિયા દંડની સજા ફરમાવવામાં આવી. કુલ 12 આરોપીઓ પૈકી 1 આરોપીનું મૃત્યુ થયું છે અને અન્ય આરોપી ભાગેડુ છે.
MLA જિગ્નેશ મેવાણીને PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ આસામ લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં જામીન મળ્યા બાદ તરત બીજા અન્ય કેસમાં મહિલા પોલીસ સાથે દુરવ્યવહાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બંને કેસમાંથી જામીન મળી ગયા બાદ બે દિવસ અગાઉ જ જિગ્નેશ મેવાણી ગુજરાતમાં આવ્યા હતા. ગુજરાતમાં આવ્યા બાદ તેમણે સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમને સરકાર દ્વારા ખોટી રીતે ફસાવવા સહિત અનેક આક્ષેપો કર્યા હતા. ઉપરાંત ફિલ્મી ડાયલોગ્સમાં સરકારને પડકાર પણ ફેકયો હતો. ત્યારે આજે ફરી કોર્ટનો ચુકાદો આવતા જિગ્નેશ મેવાણીને જેલમાં જવાનો વારો આવ્યો છે.
આરોપીઓના નામ:
પરમાર કૌશિકભાઈ બાબુલાલ
પરમાર રામુભાઈ શિવાભાઇ
ચૌહાણ ખોડીદાસ ઈશ્વરદાસ
શ્રીમાળી ગૌતમભાઈ લાલજીભાઇ
શાહ કપિલભાઈ ગૌતમભાઈ
પરમાર અરવિંદભાઈ દલપતભાઈ
પરમાર જોઈતારામ સોમાભાઇ
મહેરિયા લાલજીભાઈ પરાગભાઈ
કુમાર કનૈયા જયશંકરસિંહ
પટેલ રેશ્મા વિઠ્ઠલભાઈ
પરમાર સુબોધ બલદેવભાઈ
મેવાણી જિગ્નેશ નટવરલાલ
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











