નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Woman Murder: સુરતમાં અનૈતિક સંબંધનો (Love Affair) કરૂણ અંજામ આવ્યો છે. સુરતમાં (Surat) એક ત્રણ સંતાનોની પરણીત મહિલાએ અનૈતિક સંબંધ રાખતા તેના પ્રેમી (Lover) દ્વારા જ તેની હત્યા કરી દેવામાં આવી છે. પ્રેમી દ્વારા પરણિતાને અવાર-નવાર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેને લઈને બંને વચ્ચે ઝધડો થયો હતો. પ્રેમી અને મહિલા વચ્ચે ઝધડો થતાં પ્રેમીએ આવેશમાં આવીને મહિલા પર હુમલો કરીને મોતને ધાટ ઉતારી દીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વીઆર મોલના ફૂટપાથ પર એક મહિલાનો મૃતદેહ મળી આવતા, આ બાબતની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી. મહિલાના માથા પર ગંભીર ઈજાઓના નિશાન મળી આવતા મહિલાની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જોકે આ મહિલા કોણ છે અને શા માટે તેની હત્યા કરી દેવામાં આવી, તે બાબતને લઈને પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મહિલા વૈશાલી રાઠોડ હતી. તે પરણિત હતી અને ત્રણ સંતાનોની માતા હતી. વૈશાલી પરણિત હોવા છતાં તેની ઘર પાસે રહેલા કુણાલ નામના યુવકના પ્રેમ સંબંધમાં હતી. મહિલાના પ્રેમ સંબંધની જાણ થતા તેનો પતિ બે મહિનાથી અલગ રહેતો હતો. કુણાલ વૈશાલીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો, પરંતું વૈશાલી લગ્ન કરવા માટે તૈયાર ન હતી. જે બાબતનો ખાર રાખીને કુણાલએ વશૈલીને માથાના ભાગમાં લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને હત્યારા પ્રેમી કુણાલની ધરપકડ કરી છે.ખીને કુણાલએ આજે સવારે વશૈલીને માથાના ભાગમાં લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે (Surat Police) ગુનો દાખલ કરીને હત્યારા પ્રેમી કુણાલની ધરપકડ કરી છે.
TAG: Surat News, Surat Crime News, Surat Woman Murder
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








