Tuesday, May 26, 2026
HomeGujaratSuratસુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાની ઘટના, પોલીસે દુષ્કર્મ અને પોક્સો...

સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાની ઘટના, પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત નોંધી ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલા સંબંધિત ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, આ ઘટનાઓ પૈકી સગીરાઓ પર થતાં અપરાધોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આવી જ એક ઘટના સુરતના (Surat) લિંબાયત (Limbayat) વિસ્તારમાં સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં રહેતી એક સગીરાને બ્લેકમેલ (Minor Girl Blackmail) કરીને ત્રણ વાર દુષ્કર્મ કર્યું અને સગીરાને ગર્ભવતી (pregnant) બનાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાના માતા-પિતાએ પોલીસ (Surat Police) સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાથમિક જાણકારી મુજબ, પીડિતા પાડોશમાં રહેતી તેની બહેનપણીને મળવા અવાર-નવાર તેના ઘરે જતી હતી. ત્યારે પડોશમાં રહેતા યુવકની સગીરા પર નજર બગડી હતી અને તેને સગીરા સાથે સંબંધ બાંધવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ તેણે સગીરા રસ્તામાં ઊભી હતી ત્યારે તેના ફોટા પડી લીધા અને બાદમાં આ ફોટા મોર્ફ કરીને યુવક સગીરાને બ્લેકમેઈલ કરતો હતો અને શારિરીક સંબંધો બાંધવાની માગણી કરતો હતો. જ્યારે સગીરાએ સંબંધ બાંધવાની ના પાડી, ત્યારે તેણે સગીરાના આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને બાદમાં ત્રણ વાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

- Advertisement -

આ ઘટનાના થોડા દિવસો બાદ અચાનક યુવતીની તબિયત લથડી હતી અને પેટમાં દુખવાનું ચાલુ થયું હતું. જેના કારણે તેના માતા-પિતા સગીરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબે જણાવ્યું હતું કે સગીરા ગર્ભવતી છે. આ સાંભળતા જ સગીરાના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતા-પિતાએ સગીરાની પૂછપરછ કરતાં તેમને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં પાડોશમાં રહેતા યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને યુવકને પકડવા માટે તજવીજ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular