નવજીવન ન્યૂઝ.સુરત : Surat News: કેટલીક વખત યુવતીઓ પ્રેમમાં અંધાળી બની જતી હોય છે. પરિજનોના સમજાવ્યા બાદ પણ પ્રેમમાં ગળાડૂબ યુવક-યુવતી ઘરેથી ભાગી જતા હોય છે, અને ભવિષ્યમાં તેમને માઠા પરિણામો પણ ભોગવવાની નોબત આવે છે. તે જ પ્રકારે માત-પિતાની ઇચ્છા વિરૂધ્ધ જઈ પ્રેમ લગ્ન (Love Marriage)કરનાર યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં યુવકે યુવતીને પ્રેમમાં ફસાવી તેની સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ પતિ અને બે જેઠે મળી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલેથી જ ન અટકતા પતિ અને જેઠે વારંવાર યુવતી પર દુષ્કર્મ અચારવાનું ચાલુ રાખ્યું હતું, જેનાથી પીડિત યુવતીએ પતિ અને જેઠ સામે લિંબાયત પોલીસ (Surat Police) સ્ટેશન ખાતે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લિંબાયતમાં રહેતી યુવતીએ પ્રેમ પ્રકરણમાં અન્ય ધર્મના યુવક સાથે માત-પિતાના ઇચ્છા વિરૂધ્ધ લગ્ન કર્યા હતા. જેમાં યુવક પહેલા થોડાક સમય યુવતીની સાથે અલગ રહેતા હતો, ત્યાર બાદ યુવતીને સંયુક્ત કુંટુંબમાં લઈ ગયો હતો. જ્યાં અવાર-નવાર ઘરના લોકો સાથે યુવતિને કોઈને કોઈ બાબતે બબાલ થતી હતી. તેમજ યુવક અવાર-નવાર યુવતીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો. આ લગ્નના કારણે યુવતીના પિતાએ પણ તેની સાથેના સબંધો કાપી નાખ્યા હતા. બીજી તરફ સાસરીયામાંતી સતત ત્રાસ મળવાની શરૂઆત થતા યુવતીની હાલત કફોળી બની હતી.
કફોળી હાલતમાં આવી ગયેલી યુવતી સાથે સાસરી પક્ષમાં જેઠ પણ છેડતી કરી દુષ્કર્મ ગુજારવા લાગ્યા હગતા. આ બાબતે પોતાની સાસુને જાણ કરવા છતાં સાસુએ પણ કોઈ મદદ કરી ન હતી. બાદમાં યુવતી ગર્ભવતી થતા મારઝૂડ કરી ગર્ભપાત કરાવવા મજબૂર કરવામાં આવી હતી. આખરે કંટાળી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી પતિ, જેઠ અને સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








