Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં 3 હજારની લેતી-દેતીમાં યુવકની હત્યા, અગાઉની ફરિયાદનો ખાર પણ જવાબદાર હોવાનું...

અમદાવાદમાં 3 હજારની લેતી-દેતીમાં યુવકની હત્યા, અગાઉની ફરિયાદનો ખાર પણ જવાબદાર હોવાનું પરિવારનું કથન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદમાં ગુનાખોરીનું (Crime) પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ શહેર (Ahmedabad City) જાણે કે આર્થિક કેપીટલની સાથે ક્રાઈમ કેપિટલ બનતું હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે. ગુનેગારોને પોલીસનો (Ahmedabad Police)કોઈ ખૌફ રહ્યો જ ન હોય તેવી રીતે કાયદો વ્યવસ્થાને ઘોળી પી રહ્યા છે અને જાહેરમાં હત્યાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. બે દિવસ અગાઉ અમદાવાદના વાસણા વિસ્તારમાં સામાન્ય બાબાતે યુવકનું ઢીમ ઢાળી દેવાયો હતો. જેની શાહી હજુ સુકાઈ નથી ત્યારે જુહાપુરા વિસ્તારમાં સામાન્ય પૈસાની લેતદેતી મામલે 4 જેટલા શખ્સોએ મળી એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નિપજાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જુહાપુરા વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા અઝરૂદ્દિન પઠાણની હત્યા કરવામાં આવી હતી. માથાભારે શખ્સની છાપ ધરાવતા બાદશાહ ખાને પૈસાન માગણી કરી અઝરૂદ્દિન પઠાણની હત્યા નિપજાવી દીધી હતી. ઘટનાની વિગત એવી છે કે અગાઉ અઝરૂદ્દિન નવી મસ્જીદ પાસેથી એકલો જઈ રહ્યો હતો ત્યારે બાદશાહ ખાને તેને રોક્યો હતો. બાદશાહ ખાને અઝરૂદ્દિન પાસે પૈસાની માગણી કરતા તેણે પૈસા આપવાની ના પાડતા બાદશાહ ખાને તેની સાથે મારઝૂડ કરી હતી. આ બાબતે અઝરૂદ્દિને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે મામલે બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.

- Advertisement -

સમાધાન બાદ પણ અઝરૂદ્દિને નોંધાવેલી ફરિયાદનો ખાર રાખી બાદશાહે ગત રાત્રિના સમયે 10 વાગ્યાના સુમારે નવી મસ્જીદ નજીક ફરીથી અઝરુદ્દિન પર હુમલો કર્યો હતો. અઝરૂદ્દિન પર છરી વડે હુમલો કરી બાદશાહે તેને ગંભીર રીતે ઘાયલ કરતા અઝરુદ્દિન ત્યાં જ ઢળી પડ્યો હતો. જેના પગલે ત્યાં હાજર લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરી અઝરુદ્દિનને એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં હાજર તબિબોએ અઝરુદ્દિનને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.

ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મરણજનાર અઝરૂદ્દિનના પરિવારની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. જી. રાજવીએ જણાવ્યું હતું કે, ત્રણ હજાર રૂપિયાની લેતી દેતી મામલે આ હત્યા કરવામાં આવી છે. જે ગુનામાં 4 જેટલા શખ્સો સંડોવાયેલા છે. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરી રહી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular