Tuesday, May 19, 2026
HomeGujaratGandhinagarવન નેશન - વન ઈલેકશન મામલે રચાયેલી પાર્લામેન્ટરી કમિટી ગુજરાતમાં, આવતીકાલે રાજકીય...

વન નેશન – વન ઈલેકશન મામલે રચાયેલી પાર્લામેન્ટરી કમિટી ગુજરાતમાં, આવતીકાલે રાજકીય પક્ષો સાથે ચર્ચા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : વન નેશન, વન ઈલેકશન (One Nation, One Election) મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા શરૂ કરી છે. આજથી ત્રણ દિવસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભ્યો ગુજરાત (Members of Joint Parliamentary Committee arrived in Gujarat) આવ્યા છે. સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતર્યા બાદ કમિટીના સભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા અને ગિફ્ટ સિટી ક્લબ ખાતે મિટિંગ યોજી હતી.

જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદાવિદ પી.પી. ચૌધરી (P P Chaudhary) છે. તે સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો મળીને કૂલ 39 સભ્યો છે. માહિતી અનુસાર, કાયદાવિદ પી. પી. ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યરત JPCમાં કુલ 39 લોકસભા અને રાજ્યસભાના સાંસદો સામેલ છે. આજે સમિતિ દ્વારા વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. જ્યારે આવતીકાલે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક યોજાશે. આગામી દિવસોમાં આ ચર્ચાઓ બંધારણીય સુધારા અને ચૂંટણી પ્રણાલીમાં સંભવિત ફેરફારોને લઈને મહત્વપૂર્ણ બની શકે છે. જેપીસીના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને રાજ્યના ટોંચના અધિકારીઓ સાથે બેઠક કરી અભિપ્રાયો મેળવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular