ધ્રુવ સોલંકી (નવજીવન ન્યૂઝ. સુરત): ગુજરાત સરકાર જેટલી પણ મહિલા સુરક્ષાની (Woman Safety) વાતો કરે, છતાં દુષ્કર્મની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સુરતમાં (Surat) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષ અગાઉ સુરતના રાંદેર રોડ-પાલનપુર રોડ પાટિયા વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવ્યું, બેલ્ટથી મારીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી છેલ્લા 2 વર્ષથી તરુણીને પોતાની હવસનો શિકાર બનાવતો હોવાની ફરિયાદ અડાજણ પોલીસ (Surat Police) મથકમાં નોંધાઈ છે.
સુરતના રાંદેર રોડ-પાલનપુર પાટીયા પાસે મહિલાના પ્રેમી જ મહિલાની 16 વર્ષની દીકરીને જબરજસ્તીથી દારુ પીવડાવતો અને જો તરૂણી વિરોધ કરે તો બેલ્ટથી ઢોર માર મારીને દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા 2 વર્ષથી નરાધામ સ્કૂલ સંચાલક તરૂણીનું શારિરીક શોષણ કરતો હતો. અંતે ભોગ બનેલી યુવતીએ અડાજણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સ્કૂલ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગત અનુસાર, સાવકા પિતા અને મામા-મામીની સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી 18 વર્ષીય યુવતી કે, જે કોલેજ માં અભ્યાસ કરે છે અને માતાએ તેમના પ્રેમી કેતન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, જૂન 2022 માં જ્યારે પિતા ચેક રિટર્નના કેસમાં જેલમાં હતા અને માતા નોકરી ગઈ હતી. ત્યારે કેતન રોજ મુજબ ઘરે આવ્યો હતો. તે સમયે યુવતીની ઉંમર 16 વર્ષની હતી. તે સમયે એકલતાનો લાભ લઈને યુવતીને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો હતો અને જો યુવતી તિરસ્કાર કરે તો તેને બેલ્ટ વડે ઢોર માર મારતો હતો. આવી રીતે અનેક વખત યુવતીનો એકલતાનો લાભ લઈ પોતાની હવસનો શિકાર બનાવી જઘન્ય કૃત્ય આચરતો હતો. કેતન પરમાર માતાનો પ્રેમી હોવાથી કોઈ પ્રકારની રોકટોક વગર ઘરે આવી શકતો હતો. યુવતી 2 વર્ષ સુધી કેતનની હેવાનિયતનો શિકાર બનતી રહી પણ કોઈને જાણ કરી ન હતી. તેના મામા-મામી અને સાવકા પિતાને જાણ થતા મામલો પોલીસ સ્ટેશનમા પહોંચ્યો હતો.
આ અગાઉ યુવતી અને તેનો પરિવાર પરવટ પાટિયા વિસ્તારની જે સોસાયટીમાં રહેતા હતા, તે ઘર કેતન પરમારને વેચ્યું હતું. કેતન પરમાર તે સમયથી યુવતી અને યુવતીની માતાના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ રોજબરોજ ઘરે આવતો અને યુવતીને પોતાની હવસનો શિકાર બનાવતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતી પર દુષ્કર્મના ગુનામાં પકડાયેલો કેતન પરમાર એક શાળાનો સંચાલક છે. કેતન સ્કૂલ સંચાલકની સાથે ફાઈનાન્સનો ધંધો પણ કરે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796