Monday, April 20, 2026
HomeBusinessબિટકોઇન ઇન્ટેલિજન્સના આંકડા સૂચવે છે કે સોનું ભારતમાં રૂ. ૯૦,૦૦૦ કુદાવી જશે

બિટકોઇન ઇન્ટેલિજન્સના આંકડા સૂચવે છે કે સોનું ભારતમાં રૂ. ૯૦,૦૦૦ કુદાવી જશે

- Advertisement -

મજબૂત ચલણો અને ઊંચા વ્યાજદર સામે સોનું બિન-ઉપજાઉ અસ્ક્યામત પણ બની શકે

બુલિયન મેટલ આ વર્ષે પણ શેરબજારોને પાછળ રાખી દેશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોનાએ (Gold) ૨૦૧૦ પછી પ્રથમ વખત વિક્રમ સર્જક વાર્ષિક વળતર આપ્યું છે. સ્પોટ સોનાના વર્ષાન્ત ભાવ ૨૬૨૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) બંધ થયા હતા. ૧ જાન્યુઆરી ૨૦૨૪એ ભાવ ૧૯૮૪.૩૦ ડોલર હતો. આમ સોનાએ ૧ વર્ષમાં ૨૭ ટકા અને ચાંદીએ (Silver) ૨૧ ટકા વૃધ્ધિ પ્રાપ્ત કરી હતી. ૩૧ ઓકટોબર ૨૦૨૪ના રોજ સોનાના ભાવ ૨૭૯૦.૧૫ ડોલરની સર્વોચ્ચ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા. સેન્ટ્રલ બેન્કો(Central Bank) નીચા વ્યાજદરનો માહોલ સર્જવા અગ્રેસર રહેશે, એવી આગાહી થવા સાથે જ ૨૦૨૪નું વર્ષ મોટી તેજીનું હશે, આવી આગાહીઓ વર્ષારંભે થવા લાગી હતી.

ગોલ્ડમેન સાસના બુલિયન એનાલિસ્ટ કહે છે કે માળખાગત રીતે સોનામાં સેન્ટ્રલ બેન્કોની વધુ માંગ, ફેડરલ રિઝર્વ દ્વારા વધુ વ્યાજ કપાત, રોકાણકારને રોકાણ વધારવા પ્રોત્સાહિત કરશે, જે ગોલ્ડ ઇટીએફમાં સાયકલીકલ અને તબક્કાવાર સોનાના હોલ્ડિંગમાં વધારો કરશે. તાજેતરમાં સોનાના ભાવ વાર્ષિક ૨૬ ટકાની વૃધ્ધિ દાખવતાં હતા, ત્યારે ગોલ્ડમેનને મળેલા બિટકોઇન ઇન્ટેલિજન્સના આંકડા બજાર સાથે શેર કરીને કહ્યું હતું કે અમે માની છીએ કે સોનાના ભાવ આ વર્ષે માળખાગત રીતે વધીને ૩૦૦૦ ડોલર થવા જોઈએ. તેજીની આ મોમેન્ટમ સૂચવે છે કે મોટાભાગની બુલિયન મેટલ આ વર્ષે શેરબજારોને પાછળ રાખી દેશે.

- Advertisement -

સેન્ટ્રલ બેન્કોની સોનામાં જબ્બર લેવાલી, ભૂભૌગોલિક અને આર્થિક અનિશ્ચિતતાઓ, વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો દ્વારા અપનાવાયેલી હળવી નાણાનીતિ, ગોલ્ડ લિંક્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનું વધેલું આકર્ષણ ૨૦૨૪મા સોનાની તેજીના મુખ્ય ચાલક બળ હતા. મજબૂત ડોલર અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ ઘટાડવાની ચાલ ધીમી પડશે, એવી નકારાત્મક શક્યતા છતાં, ૨૦૨૫મા સોનાની તેજી જળવાઈ રહેશે. અમેરિકન ફેડરલ રિઝર્વએ ડિસેમ્બરમાં ત્રીજી વ્યાજ કપાત લાગુ પાડી, છતાં ૨૦૨૫મા પણ વ્યાજ કપાતની તરફેણ કરવામાં આવી છે.

મુંબઇમાં પણ ૨૦૨૪મા સોનાએ મજબૂત વૃધ્ધિ દાખવી હતી. સોનું ૯૯.૯ ટચનો ૧૦ ગ્રામ દીઠ ૨૦૨૪ના આરંભે રૂ. ૬૩૯૦૦ હતો તે ,૨૩.૫ ટકા વધીને રૂ. ૭૮,૮૦૦ થયો હતો. ચાંદીના ભાવ આ ગાળામાં કિલો દીઠ રૂ. ૭૮,૬૦૦થી વધીને ૮૯,૪૦૦ થયા હતા. આ વર્ષે પણ સોનું તેની સલામત મૂડીરોકાણના સ્વર્ગની પ્રતિષ્ઠા જાળવી રાખશે. ભારતીય બજારમાં સોનાના ભાવ ૮૫,૦૦૦ થઈ શકે છે. જો યુધ્ધ મોરચે દુંદુભિઑ વાગતી રહેશે તો શક્ય છે કે ભાવ ૯૦,૦૦૦ કુદાવી જાય.
રોકાણકારોએ સોના અને ચાંદીને ટૂંકાગાળાની સટ્ટાકીય અસ્ક્યામત ગણવાને બદલે જીવનમાં આવતી અનિશ્ચિતતાઓ સામે રક્ષણ (હેજિંગ) મેળવવા લાંબાગાળાના હથિયાર તરીકે જોવાનું રહેશે. સોનાને ફુગાવા અને મુશ્કેલી સામેના સલામત સાધન તરીકે જોવામાં આવે છે, પણ જો અમેરિકન ડોલર મજબૂત રહેશે તો વ્યાજ નહીં આપતું સોનું બિન-ઉપજાઉ અસ્ક્યામત પણ બની શકે છે.

નબળા અમેરિકન આર્થિક આંકડા જે આગામી સપ્તાહે રજૂ થનાર છે, ટ્રમ્પ પ્રશાસનની જકાત નીતિ વિગેરે ફેડરલ રિઝર્વને ૨૦૨૫ની વ્યાજ નીતિ સંદર્ભે વિચારણા કરવા મજબૂર કરશે, આ ઘટના બુલિયન બજારને હવે નવું ઈંધણ પૂરું પાડશે. ટ્રમ્પ સરકાર સત્તાના સૂત્રો સંભાળશે કે તરતજ જાગતિક અર્થતંત્રોની નીતિઓમાં પણ બદલાવ આવશે, જકાત સંદર્ભના આડાટેડા નિર્ણયો, નિયમનો, અને કરવેરા સુધારા વૈશ્વિક બજારમઆ ઉથલપાથલ સર્જશે, જે બુલિયન તેજીવાળાને નવો જોમ અને જુસ્સો પૂરો પાડશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular