Monday, February 17, 2025
HomeGujaratRajkotરાજકોટમાં નકલી પોલીસકર્મી ઝડપાયો, પોલીસની નકલી ઓળખ આપી 31000નો તોડ કર્યો

રાજકોટમાં નકલી પોલીસકર્મી ઝડપાયો, પોલીસની નકલી ઓળખ આપી 31000નો તોડ કર્યો

- Advertisement -

ધ્રુવ સોલંકી (નવજીવન ન્યૂઝ. રાજકોટ): ગુજરાતમાં હમણાથી નકલીનો રાફડો ફાટ્યો છે, તે આપડે સૌ સારી રીતે જાણીએ છીએ. નકલી CMO અધિકારી, નકલી PMO અધિકારી, નકલી જજ અને નકલી પોલીસ જેવી વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટમાં (Rajkot) બે દિવસની અંદર બે નકલી પોલીસકર્મી ઝડપાયા છે. રાજકોટ પોલીસના (Rajkot Police) નામે તોડ કરતા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.

ગુજરાતમાં હમણાથી નકલી અધિકારીઓની લાઈન લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે. નકલી અધિકારી અને પોલીસ બનીને અનેક લોકોને લૂંટતા ઝડપાયા છે. તેવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. થોડા દિવસ પહેલા રાજકોટ બસ સ્ટેશન પાસે આવેલી હોટલમાં જઇને પોતે ક્રાઈમ બ્રાંચથી આવ્યા છે, તેવું કહી એક યુગલને અહીં તમે કેમ આવ્યા છો ? કહીને ડરાવી ધમકાવી યુગલ પાસેથી 31000 હજારનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની ફરિયાદ પોલીસને મળતા CCTVના આધારે તોડ કરતી નકલી પોલીસને ઓળખીને ઝડપી લેવામાં આવી હતી.

- Advertisement -

મળતી માહિતી મુજબ, નકલી પોલીસ બનીને તોડ કરતા વ્યક્તિનું નામ મિહિર કુંગસિયા છે, હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. આ વ્યક્તિ પર હોટલમાં જઇ યુગલનો 31000 તોડ કર્યાનો આરોપ છે. DCP જગદીશ બાંગરવાના કહેવા મુજબ, રાજકોટના કોઠારિયા નાકા પાસે રહેતો એક યુવક તેની પ્રેમિકા સાથે એસટી બસ સ્ટેન્ડ પાસે મૂન હોટેલમાં હતો, ત્યારે અજાણ્યો વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યું તે ક્રાઇમ બ્રાંચનો પોલીસકર્મી છે. તમે અહીં શું કામ આવ્યા છો ? કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેની પાસેથી 12 હજારની રોકડની લૂંટ ચલાવી હતી અને તેની પાસેના એટીએમ લઇને તેમાંથી વધુ રૂપિયા 19 હજાર ઉપાડી લઇને કુલ 31 હજારની લૂંટ ચલાવી ભાગી ગયો હતો.

યુવક સાથે ખોટું થયું હોવાની જાણ થતાં યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી CCTV ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં આરોપી CCTVમાં કેદ થયો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવા અલગ અલગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં પોપટપરા વિસ્તારમાં રહેતો મિહિર કુંગસિયા હોવાની ઓળખ થઈ હતી. જેને આધારે પોલીસે મિહિરને દબોચી લીધી હતો. હાલ એ ડિવિઝન પોલીસે નકલી પોલીસ બની ફરતા મિહિરની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે ગુનો નોંધીને વ્યક્તિની CCTVના આધારે ધરપકડ કરી છે અને કેટલા લોકોના પોલીસના નામે તોડ કર્યા છે તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે. હવે તપાસમાં શું નવું ખુલે છે તે જોવાનું રહ્યું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular