Wednesday, July 22, 2026
HomeGujaratSuratલોકશાહીમાં તાનાશાહની સરકાર, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર લાલઘૂમ

લોકશાહીમાં તાનાશાહની સરકાર, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર લાલઘૂમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : Surat News: આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર મોદી અટક વિશે મામલે (Modi Surname Remarks) માનહાનિ કેસમાં (Defamation Case) સુરત સેન્શન કોર્ટમાં સજાના ચૂકાદા (Surat Court Verdict)સામે અપીલ કરશે. રાહુલ ગાંધીના સુરત કોર્ટમાં હાજર થવાના હોય ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) એકશનમાં આવી છે, જોકે રાહુલ ગાંધીને કોર્ટમાં ગુજરાતના સિનિયર કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળવાની પરોક્ષ રીતે તંત્રએ મનાઈ ફરમાવી છે. જેને લઈ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર (Jagdish Thakor) લાલઘૂમ બન્યા છે,અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. જગદીશ ઠાકોરના આક્ષેપ મુજબ ગતરાત્રિથી કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના તમામ નેતાઓને નજર કેદ કરી લેવાયા છે. અને તેમના નિવાસસ્થાનો પર પોલીસ ખડકી દેવાઇ છે.

જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ લોકશાહીની હત્યા કરી રહી છે. લોકશાહીમાં નેતાઓને મળવા લોકો આવે છે. કોર્ટ મેટર છે તેમાં જવાબ આપવા અથવા કાનૂની કાર્યવાહી છે, તેમાં લોકો રાહુલ ગાંધીને જોવા આવી રહ્યા છે, મળવા આવી રહ્યા છે. કાર્યકરોના સમર્થનથી ભાજપની સરકાર ડરી ગઈ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તાનાશાહ ગણાવ્યા હતા અને કહ્યું કે આ ભાજપના નેતાઓ ડરેલા કેમ છે? તેમણે પ્રશ્ન કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને રાહુલ ગાંધી સાથે કેમ મળવા દેવામાં નથી આવી રહ્યા. કોંગ્રેસ નેતાઓને નજર કેદ કરવામાં આવી રહ્યા છે. તેમના નિવાસ સ્થાનો પર પોલીસ ખડકી દેવાઈ છે. આવું કરી લોકશાહી તંત્રમાં ભાજપ શું સિદ્ઘ કરવા માગે છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગહેલોત આવવાના હતા. જેમાં તેમના સ્વાગત માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સહિત નેતાઓ પહોંચ્યા હતા. જયાં એરપોર્ટ પ્રશાસને તમામ નેતાઓને એરપોર્ટની અંદર પ્રવેશ ન આપતા વિવાદ વકર્યો હતો.

મહત્વની વાત છે કે રાહુલ ગાંધી માનહાનિ કેસમાં આજે સેન્શન કોર્ટમાં ફરી અપીલ કરશે. જેમાં તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા, કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને કોંગ્રેસ સિનિયર નેતાઓ સહિત દિલ્હી કોંગ્રેસની લીગલ એડવાઈઝર ટીમ હાજર રહેવાની છે.

TAG: Surat News, Rahul Gandhi Defamation Case, Modi Surname Remark, Surat Court Verdict

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular