નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દિવસેને દિવસે દેશમાં મોંઘવારી નવા-નવા રેક્રોર્ડ સર્જી રહી છે. તમામ જીવન જીરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બનતા ગરીબ અને મધ્યમ વર્ગનો જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. અમૂલ દૂધ બાદ હવે મરી મસાલામાં ભાવવધારો થતા લોકોને વધુ એક મોંઘવારીનો ડામ સહન કરવાનો વારો આવ્યો છે.
મરચા, જીરૂં, સહિતના મરી-મસાલાની હાલ સિઝન ચાલી રહી છે. માગ વધારાના પગલે મરચું, મસાલા સહિતના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેને લઈ મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયુ છે. આ વધારાથી સામાન્ય જનતાની હાલત કફોડી બની છે. ગતવર્ષની સરખામણીએ આ વખતે મરચાની કિંમતમાં 30 થી 50 ટકાનો તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેમા આ વર્ષે મરચાના ભાવમાં 200 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેને લઇ કાશ્મીરી મરચાનો ભાવ 500 જગ્યાએ 1100 રૂપિયા, રેશમભટ્ટીનો ભાવ 300 જગ્યાએ 600, મારવાડ મરચાનો ભાવ 250 જગ્યાએ 500, પટ્ટણી મરચાનો ભાવ 250 જગ્યાએ 450માં વેચાઈ રહ્યો છે. તો જીરૂની કિંમતમાં પણ રુપિયા 40નો વધારો ઝીંક્યો છે.
મરચાનો પ્રકાર જૂનો ભાવ નવો ભાવ
કાશ્મીરી મરચું 500 1100
રેશમભટ્ટી 300 600
મારવાડ 250 500
પટ્ટણી 250 450
ઉલ્લેખનીય છે કે, દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી દેશનો 75 ટકા જેટલુ મરી-મસાલાનુ ઉત્પાદન થાય છે. આ જંગી ભાવવધારાથી લોકોની ખરીદશક્તિ ઘટી છે. મોંઘવારીના દિવસે ને દિવસે પડી રહેલા ફટકાથી સામાન્ય જનતાની કમર ભાંગી પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. તેની શાહી હજુ સુકાઇ નથી ત્યારે વધુ એક ભાવવધારાથી જનતાની હાલત દાઝ્યા પર ડામ સમાન બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. તેની શાહી હજુ સુકાઇ નથી ત્યારે વધુ એક ભાવવધારાથી જનતાની હાલત દાઝ્યા પર ડામ સમાન બની છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








