નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Nerws: દિવસે ને દિવસે આપઘાત (Suicide) કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાંથી (Rajkot) પણ આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રએ બીમાર માતાને ઝેરી દવા પાઈને પોતે પણ ઝેરી દવા પી જઈને આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલાં પોતાની બહેનને સંબોઘીને એક વીડિઓ (Video) બનાવ્યો છે, જેમાં પોતે કોઈના માટે કંઈ ન કરી શકવાનો હચમચાવી દેનારો વલોપાત કર્યો છે. આપઘાતના કારણનો કોઈ ઉલ્લેખ ન હોવાથી પોલીસે (Rajkot Police) મૃતક પુત્ર સામે માતાને ઝેર પાવાનો ગુનો નોંઘીને આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટના કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા સિકંદરે આ અણધાર્યુ પગલુ ભર્યું છે. તેને પોતાની 80 વર્ષની બીમાર માતા અમીનાબેન લિંગડીયાને ઝેરી દવા પાઈ છે. બાદમાં પોતે પણ ઝેરી દવા પી જઈને મોતને વ્હાલુ કર્યુ છે. આ બનાવની જાણ થતા આસપાસના રહિશોએ બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ બન્નેના મોત નિપજ્યા હતા.
આ ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને થતાં હોસ્પિટલ દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને બહેનને ઉદ્દેશીને બનાવેલો સિકંદરનો વીડિઓ મળી આવ્યો હતો. જેમાં તેણે પોતે જ માતાને ઝેર પાયુ હોવાની કબૂલાત કરતા પોલીસે પુત્ર સામે માતાને ઝેર આપી મારી નાંખવા બદલ ગુનો નોંધ્યો છે.
પુત્ર સિકંદરે જે વીડિઓ બનાવ્યો છે તેમાં કહ્યું છે કે, “ રેશ્મા હું તારો ભાઈ હું જાવ છું બેન મને માફ કરજે હું બાને સાથે લેતો જાવ છું. અમે માં દીકરો હવે જીવી શકી એમ નથી. હું કોઈ માટે કાંઈ કરી શક્યો નથી, મને માફ કરી દેજો બધાય મારા ભાઈ અને ભત્રીજીઓ હું કોઈની માટે કાંઈ કરી શક્યો નથી. મારી માને મૂકીને હું એકલો જઈ શકું એમ નથી, એનું કોણ ધ્યાન રાખશે ? એટલે હું તેમને સાથે લેતો જાવ છું. એ પણ જીવીને શુ કરશે હવે ? એના વગર હું અને મારા વિના એ જીવી શકીએ એમ નથી હું ઝેરી દવા લઇ આવ્યો છું એમને પાઈને હું પણ પી જાવ છું. ભાભી મને માફ કરજો તમારો દેવર તમારા માટે કાઈ કરી શક્યો નથી. મારી ભત્રીજીઓ ભાણીયા-ભાણકીઓ અને મારી માં-બહેન માટે કાંઈ કરી શક્યો નથી. હવે દવા માજીને પાઈને હું પણ પીવું છું મને માફ કરી દેજો”
આ વીડિઓમાં સિકંદરે પોતે કોઈના માટે કંઈ જ ન કરી શકવાનો ઉલ્લેખ કર્યો છે અને પોતાની સાથે માતાને પણ ઝેર પાવા માટે પરિવારની માફી માંગી છે. પરંતુ આપઘાત પાછળનું મૂળ કારણ શું છે તેનો વીડિઓમાં કોઈ જ ઉલ્લેખ નથી. આખરે કયાં કારણસર કે કોના દબાણમાં આવીને આ આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ છે. પોલીસે તે દિશામાં તપાસ કરી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








