Thursday, April 24, 2025
HomeGujaratSuratVideo: સુરતમાં BRTS બસમાં મહિલાઓ બાખડી પડી, જાણો શું છે કારણ

Video: સુરતમાં BRTS બસમાં મહિલાઓ બાખડી પડી, જાણો શું છે કારણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat BRTS Fighting Video: સુરતની BRTS બસમાં મહિલાઓ વચ્ચે મારમારી (Women Fighting) થવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થઈ રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ એકબીજાના વાળ ખેંચીને અને ગાળાગાળી કરીને મારમારી કરી રહી છે. બસમાં હજાર અન્ય મુસાફરોએ મહિલાઓ વચ્ચે પડીને તેમને અટકાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત (Surat) રેલવે સ્ટેશનથી સરદાર માર્કેટના રુટ પર ચાલતી BRTS બસમાં મહિલાઓના બે ગ્રૂપ વચ્ચે બોલાચાલી થતાં બાદમાં મહિલાઓ મારમારી પર ઉતારી આવી હતી. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, બસમાં એક તરફ પગ મૂકવાની પણ જગ્યા નથી અને બીજી તરફ મહિલાઓના બે ગ્રૂપ મારમારી કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો એક અન્ય મુસાફરે વિડીયો રેકોર્ડ કર્યો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, બસમાં ચઢતી વખતે જગ્યાને લઈને મહિલાઓના બે ગ્રૂપ વચ્ચે બોલાચાલી થઈ હતી, આ બોલાચાલી ઉગ્ર થતાં બાદમાં મહિલાઓ મારમારી કરવા લાગી હતી અને એકબીજાને અપશબ્દો પણ બોલવા લાગી હતી. આ સમયે અન્ય મુસાફરોએ વચ્ચે પાડીને મહિલાઓને છૂટી પાડી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular