નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad news: આગામી સમયમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં રક્ષાબંધન અને સાતમ-આઠમ(જન્માષ્ટમી) જેવા અનેક તહેવારો પણ આવી રહ્યા છે. તહેવારની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં (edible oil Price) વધારો જોવા મળી રહ્યો છે, સિંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. ગત જુલાઈ મહિનામાં પણ સિંગતેલના ભાવમાં (groundnut oil) વધારો જોવા મળ્યો હતો. ત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સિંગતેલના ભાવમાં ઉછાળો ચાલું રહ્યો છે.
શ્રાવણ મહિનો એટલે તહેવારોની સીઝન આવતાની સાથે જ ખાદ્યતેલમાં બેફામ વધારો જોવા મળી રહ્યો છે. આ તહેવારોમાં મોટા ભાગે લોકો ઉપવાસ રાખતા હોવાથી ફરાળી વાનગીઓનો આહાર કરતાં હોય છે. જેમાં તેલનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે. સાથે જ સાતમ-આઠમના તહેવારમાં પણ મોટા ભાગના ઘરોમાં અનેક વાનગીઓ બનતી હોય છે જેમાં પણ તેલનો વધુ પડતો ઉપયોગ થતો હોય છે.
તહેવાર પહેલા જ સિંગતેલના ભાવમાં એક ડબ્બે 20 રૂપિયોનો ભાવ વધારો કરવામાં આવતા સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 3080 થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1735 થયો છે. સિગતેલના ભાવ વધારા પાછળનું કારણ મગફળીની ઓછી આવકની સામે સિંગતેલની વધતી માગ જવાબદાર હોવાનું વેપારીઓનું માનવું છે. ગત જુલાઈ મહિનામાં સિંગતેલના ભાવમાં ત્રણ વખત વધારો ઝીંકાયો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








