નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રગ્સના વેચાણ (Drug Smuggling) અને સેવનનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક વધારવા અને ગુજરાતનાં યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવવા માટે પેડલરો (peddlers) દ્વારા અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહ્યા છે. આ પેડલરો યુવાઓને પાઇસની અને અન્ય લાલચ આપીને ડ્રગ્સના ધંધામાં લાવી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ પણ સતત કાર્યરત છે. અમદાવાદનાં (Ahmedabad) રામોલ વિસ્તારમાં આવી જ રીતે ડ્રગ્સનો વેપાર કરતાં ત્રણ પેડલરોને રામોલ પોલીસે (Ramol Police) ઝડપી પાડ્યા છે અને લાખો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રામોલ પોલીસ ઈન્સ્પેકટરની સૂચના મુજબ પોલીસની ટીમ રાત્રિ દરમિયાન રામોલ CTM એક્સપ્રેસ હાઈવે ખાતે સ્પેશિયલ મેગા ડ્રાઈવના અનુસંધાને ચેંકિગમાં હતી. તે દરમિયાન મુંબઈની ગાડી અમદાવાદમાં પ્રવેશતા અટકાવી હતી અને કારમાં તપાસ કરતા ડેકીની અંદર એક શંકાસ્પદ પાર્સલ મળી આવ્યુ હતુ. જેની તપાસ કરતા પ્રથમ દૃષ્ટિએ ડ્રગ્સનો જથ્થો લાગ્યો હતો. જે મામલે FSL ટીમની મદદ લઈ ડ્રગ્સની જથ્થાની ખરાઈ કરતા મેફડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાનું ઘ્યાને આવ્યું હતું. જેને લઈ રામોલ પોલીસે પેડલર ઐયુબ ઈબ્રાહીમ કુરેશી, સહેજાદી નૂર ઈસ્લામ શેખ અને અયૈબુ નવાઝ ખાન જે ત્રણે મૂળ મુંબઈ રહેવાસી છે, તેમની ધરપકડ કરી તેમની પાસેથી 376 ગ્રામથી વધુ મેફડ્રોન ડ્રગ્સ જેની કિંમત 37 લાખથી વધુ થાય છે, તેમજ ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ લેવાયેલી કાર મળી કુલ 42 લાખની મુદ્દમાલ કબ્જે કર્યો છે.
આ મામલે રામોલ પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને મોકલવાના હતા, તે દિશામાં તપાસ હાથધરી છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796