Tuesday, May 26, 2026
HomeGujaratSuratભાજપ કોર્પોરેટરના પુત્રએ આદિવાસી કોન્ટ્રાકટર સાથે બબાલ થતાં કર્યું ફાયરિંગ, કોર્પોરેટર પુત્રની...

ભાજપ કોર્પોરેટરના પુત્રએ આદિવાસી કોન્ટ્રાકટર સાથે બબાલ થતાં કર્યું ફાયરિંગ, કોર્પોરેટર પુત્રની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા નેતાઓ એક હથ્થા શાસનથી જાણે બેફામ બન્યા હોય તે રીતે જાહેરમાં દારૂ પીને મારામારી કરી રહ્યા છે તથા કાયદો જાણે પોતાને લાગુ જ ન પડતો હોય તેમ સામાન્ય બાબતોમાં ફાયરિંગ સુધી પહોંચી જાય છે. ત્યારે ભાજપ કોર્પોરેટરના પુત્રએ આદિવાસી કોન્ટ્રાકટર સાથે બોલાચાલી થતાં દીવાલ પર ફાયરિંગ (Firing) કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ભેંસાણ ખાતે નિર્માણ પામી રહેલી ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ કામ પૂર્ણ થઈ ગયું હોવાથી લેબર કોન્ટ્રાકટર અલ્પેશ ભાભોર પોતાના લેબરોને બીજી કોઈ સાઈટ પર કામ પર લઈ ગયા હતા. જેના કારણે બાંધકામ સાથે જોડાયેલા કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલે લેબર કોન્ટ્રાકટર અલ્પેશ સાથે બાબાલ કરી હતી. અલ્પેશ સાથે બબાલ કરીને દિવ્યેશ આઠ લેબરોને લઈ ચાલ્યો ગયો હતો. જેના કારણે અલ્પેશ અને દિવ્યેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલીથી ઉશ્કેરાયેલા દિવ્યેશ પટેલે સાઈટ પરની દીવાલ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. દિવ્યેશ પટેલે કરેલા ફાયરિંગને લઈ લેબર કોન્ટ્રાકટર અલ્પેશ ભાભોરે સુરતના પાલ પોલીસ સ્ટેશનમાં દિવ્યેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

ઘટનાને પગલે પોલીસ (Surat Police) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દિવ્યેશ પટેલ સામે એટ્રોસીટી તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી દિવ્યેશ પટેલની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપના જ એક નેતા કૌશલ પટેલે પણ પાણીપુરીની લારી ચલાવતી મહિલા સાથે માથાકૂટ કરી હતી અને તે પણ દારૂ પીધેલી હાલતમાં. ત્યારે સવાલ થાય છે કે, નેતાઓને કાયદાનો કોઈ ડર નથી?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular