Tuesday, September 8, 2026
HomeBusinessબ્રાઝિલથી ૧ લાખ ટન જકાત મુક્ત ક્વોટાનું રૂ આયત થશે

બ્રાઝિલથી ૧ લાખ ટન જકાત મુક્ત ક્વોટાનું રૂ આયત થશે

- Advertisement -

બ્રાઝિલ હાલમાં રૂ પર ૧૧ ટકા આયાત જકાત લે છે

ભારતમાં છેલ્લા ૧૫ વર્ષનો સૌથી ઓછો રૂ પાક ૨૯૫.૧ લાખ ગાંસડી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બ્રાઝિલથી ૧ લાખ ટન (ગાંસડી નહિ) ટેરિફ મુક્ત ક્વોટાનું રૂ, આયત કરવાની વિનંતી સંદર્ભે ભારત સાથે વાટાઘાટો ચાલી રહી છે, એમ બ્રાઝિલિયન કોટન ફાર્મર્સ એસોસિયેશને જણાવ્યું હતું. આ સપ્તાહે ભારતની મુલાકાતે આવેલા બ્રાઝિલિયન ખેડુતો સાથે ભારત સરકારના અધિકારીઓ વચ્ચે નિકાસ ક્વોટા નિર્ધારિત કરવાના કરાર બાબતેની ચર્ચા અંતિમ તબક્કામાં છે, એમ એસોસિયેશને જણાવ્યું હતું. આ આયાત ભારત માટે ઘટેલા રૂ ઉત્પાદન નિમિત્તે રાહતરુપ ઠરશે. એસોસિયેશન કહે છે કે ભારતમાં નિકાસ થતાં રૂ પર હાલમાં ૧૧ ટકા આયાત જકાત લેવામાં આવે છે.

૨૦૨૨-૨૩માં બ્રાઝિલનું રૂ ઉત્પાદન, ગતવર્ષના ૧૩૦ લાખ ગાંસડી (૨૮.૩ લાખ ટન)થી ઘટીને ૧૨૬ લાખ ગાંસડી (૨૭.૪ લાખ ટન) થયું હતું. આથી વિપરીત પાકિસ્તાનમાં આ વર્ષે બમણું કોટન યીલ્ડ (ઉત્પાદકતા) પ્રાપ્ત થઈ છે. એક અંદાજ મુજબ ૨૦૨૩-૨૪ની મોસમમાં ૨૪ લાખ હેકટરમાં વાવેતર થકી ૧૧૦ લાખ ગાંસડી ઉત્પાદન આવ્યું છે.

- Advertisement -

૨૦૨૩-૨૪ની રૂ મોસમમાં ભારતમાં ઉત્પાદન, ગતવર્ષના ૩૧૮.૯ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) ૭.૪૯ ટકા ઘટીને ૨૯૫.૧ લાખ ગાંસડી થવાનો કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ પ્રથમ પ્રાથમિક અંદાજ મૂક્યો છે. જે છેલ્લા ૧૫ વર્ષનો સૌથી ઓછો છે. એક તરફ કપાસ વાવેતર ૫.૫ ટકા ઘટ અને અલ-નીનો અસરને કારણે નકારાત્મક હવામાન-વરસાદને પગલે યીલ્ડ (ઉત્પાદકતા) ૨૦ ટકા ઘટવાનું અનુમાન છે. ગુજરાતમાં ૮૫ લાખ ગાંસડી ઉત્પાદન અનુમાનિત છે. ભારત ૨૨ લાખ ગાંસડી આયાત કરશે, જેથી ઉપલબ્ધ સ્ટોક ૩૪૬ લાખ ગાંસડી રહેશે. ભારતની સ્થાનિક માંગ ૩૧૧ લાખ ગાંસડીની છે, જેમાં કાપડ મિલ વપરાશ ૨૮૦ લાખ ગાંસડી, મિલ સિવાયનો ૧૬ લાખ ગાંસડી, અને ૧૫ લાખ ગાંસડી નાના પાયા ઉધ્યોગનો વપરાશ સમાવેશ થાય છે.

ફુગાવા વૃધ્ધિનો ભય અને નબળી માંગના દબાણ હેઠળ ન્યુયોર્ક આઈસીઇ રો કોટન ડિસેમ્બર વાયદો દબાણમાં આવ્યો છે. ૧૭ ઓક્ટોબરથી શરૂ થયેલા મંદીના આંતરપ્રવાહમાં ભાવ ૮૬.૪૫ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ઘટતા રહી ગુરુવારે એક તબક્કે ૭૯.૪૭ સેંટ થયા હતા. જે જૂન પછીની નવી બોટમ હતી. ૨૯ સપ્ટેમ્બરે આ વાયદો ૧૦ મહિનાની ઊંચાઈએ ૯૦.૭૫ સેંટ હતો.

ગુજરાતનાં કાપડ ઉધ્યોગમાં નકારાત્મક સમસ્યા સર્જાઇ હોવાનો અહેવાલ ગુજકોટ એસોસિયેશને આપ્યો છે. જાગતિક બજાર કરતાં ભારતમાં રૂના ભાવ ઊંચે જતાં રહ્યા છે. ૨૦૨૨-૨૩માં ભારતની નિકાસ ૧૫ વર્ષના તળિયે ૧૪.૬૬ લાખ ગાંસડી થઈ હતી. જે ૨૦૨૧-૨૨માં ૪૨ લાખ ગાંસડી અને ૨૦૨૦-૨૧માં ૭૭ લાખ ગાંસડી હતી. અલબત્ત, ગુજરાતમાં ૨૦૨૨-૨૩માં ૯૨ લાખ ગાંસડીનું પ્રેસિંગ થયું હતું, જે તેના અગાઉના વર્ષે ૭૪ લાખ ગાંસડી હતું.

- Advertisement -

ગુજકોટના સેક્રેટરી અજય શાહ કહે છે કે ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ પ્રમાણમાં ભાવ પ્રતિ ખાંડી (૩૫૬ કિલો) રૂ. ૬૧૦૦૦ અને રૂ. ૬૩૦૦૦ વચ્ચે જળવાઈ રહ્યા હતા. ન્યુયોર્ક ડિસેમ્બર વાયદો સતત ઘટી રહ્યો હોવાથી, ગત સપ્તાહે એક ગાબડું જરૂર પડ્યું હતું. નવા રૂની મોસમી આવક શરૂ થઈ ગઈ છે, ગુજરાતમાં દૈનિક ૨૫૦૦૦ ગાંસડી જ્યારે ભારતભરમાં ૮૦૦૦૦ ગાંસડીની દૈનિક આવકો થઈ રહી છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular