Tuesday, April 21, 2026
HomeGujaratSuratસુરતમાં સાડા છ વર્ષની માસૂમ બાળાને દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર મુકેશને...

સુરતમાં સાડા છ વર્ષની માસૂમ બાળાને દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર મુકેશને ફાંસીની સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Crime News Surat: વર્ષ 2022માં સુરતમાં (Surat) કતારગામના વાળીનાથ ચોક વિસ્તારમાં સાડા છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યાની (rape with murder case)ધટના સામે આવી હતી. ધ્રુણાસ્પદ ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી. જે મામલે કોર્ટે (Court) ચૂકાદો આપતા આરોપી મુકેશ પંચાલને (Mukesh Panchal) ફાંસીની સજા (sentenced to death) ફટકારતો હૂકમ કર્યો છે.

ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2022માં સુરતના કતારગામના વાળીનાથ ચોક નજીક સાડા છ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. હચમચાવી મુકે તેવા ચકચારી બનાવને પગલે સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને આરોપીને પકડી ફાંસીની સજા કરવા માટે પ્રદર્શનો પણ થયા હતા. પોલીસે આ મામલે આરોપી મુકેશ પંચાલની ધરપકડ કરી મજબૂત પુરાવા એકત્રિત કરવાની શરૂઆત કરી હતી. બાદમાં સમગ્ર મામલો કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો.

- Advertisement -

સુરતની કોર્ટમાં આ મામલો ચાલતો હતો દરમિયાન વકીલ નયન સુખડવાલાએ ફરિયાદી પક્ષે ધારદાર દલીલો રજૂ કરી હતી. સાથે જ પોલીસે મજબૂત પુરાવા કોર્ટ સમક્ષ મુકતા કોર્ટે આજરોજ આરોપી મુકેશ પંચાલ વિરૂધ્ધ ચૂકાદો સંભળાવ્યો હતો. વકીલ સુખડીયાએ દલીલો કરતા કોર્ટને કહ્યું હતું કે, માણસના રૂપમાં રાક્ષસ મુકેશ પંચાલે બાળકી સાથે હેવાનીયતી હદ પાર કરી નાખી હતી. બાળકી સાથે ક્રુરતા પૂર્વક દુષ્કર્મ આચરતો હતો ત્યારે માસૂમ બાળકી રડતી હશે. છતાં પણ બાળકી પર નરાધમને દયા ન આવી. ફોરેન્સિક, મેડિકલ રિપોર્ટ અને ડૉકટરની જુબાની પરથી જણાવા મળે છે કે, બાળકીના ગુપ્ત ભાગે આરોપીએ ડૂચા ભરાવ્યા હતા. હેવાનીયતની પરાકાષ્ઠા ત્યારે પાર થઈ જ્યારે આરોપીએ ક્રુરતાપૂર્વક બાળકીની હત્યા નિપજાવી દેવામાં આવી અને બાદમાં તેની સામે જ પેટ ભરીને જમ્યો પણ હતો.

સુરતની કોર્ટે ફરિયાદી પક્ષે રજૂ થયેલી ધારદાર દલીલો, મેડિકલ રિપોર્ટ અને જુબાનીઓના આધારે આરોપી મુકેશ પંચાલને ફાંસીની સજા ફટકારતો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને ફાંસીની સજા આપતા પરિવારે ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ લોકોમાં ચર્ચા જોવા મળી હતી કે આવા આરોપીને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવે તો જ આવી બનતી ઘટનાઓ અટકાવી શકાય છે.

TAG: Rape With Murder Accused Sentenced To Death In Surat

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular