નવજીવન ન્યૂઝ, જામનગર : શેરબજારમાં મોટું નુકસાન થતાં જામનગર શહેરમાં એક યુવાને ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત (Youth commits suicide in Jamnagar city) કરી લીધો છે. આ મામલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Jamnagar City B Division Police Station) ખાતે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાન દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ છેલ્લાં છ મહિનાથી શેરબજારમાં ટ્રેડિંગ કરતા હતા. શેરબજારમાં દેવાંગભાઈ પોપટને અંદાજે પચ્ચીસેક લાખનું નુકસાન (Stock Market Losses) જતાં તેઓ માનસિક તણાવમાં રહેતા હતી. દેવાંગ પોપટે ગત 7 એપ્રિલના રોજ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને સારવાર અર્થે જી.જી.હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.








