Wednesday, October 21, 2026
HomeGujaratગરબા રમવા છે પણ પેટ્રોલ પણ નથી, તો… પેટ્રોલ ચોરવાનું? મોડાસાના લવરમુછીયા...

ગરબા રમવા છે પણ પેટ્રોલ પણ નથી, તો… પેટ્રોલ ચોરવાનું? મોડાસાના લવરમુછીયા CCTVમાં કેદ

- Advertisement -

Aravalli Modasa Petrol chori CCTV: દેશમાં પેટ્રોલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા હોવાથી પેટ્રોલ અને ડીઝલની ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લવરમુછિયા યુવાનો મોજ શોખ અને રખડવા માટે પેટ્રોલ ચોરી કરતા ખચકાટ અનુભવતા નથી. મોડાસા શહેરમાં ગરબા રમવા નીકળેલા ત્રણ સગીરો જૈન દેરાસર પાસે વિશાનીમા પંચની વાડી નજીક પાર્કિંગ કરેલી બે બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા પેટ્રોલ ચોરીની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હવે આ ત્રણે સગીરોની માનસિકતા સામે અનેક સવાલ પેદા થયા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. જૈન દેરાસર પાસે વિશાનીમા પંચની વાડી નજીક પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલની ચોરી કરતા ત્રણ શખ્સો CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ, મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ પાર્ક કરેલી બાઈકમાંથી ગત વહેલી પરોઢે પેટ્રોલની ચોરી કર્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સામે આવેલા દૃશ્યોમાં શખ્સો બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતા જોવા મળ્યા હતા.

- Advertisement -

મોડાસા શહેરમાં વાહનમાંથી પેટ્રોલ ચોરીની ઘટનાને પગલે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. જાહેર સ્થળોએ પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતી પ્રવૃત્તિઓ સામે રોક લાગે તેવી માગ ઊઠી છે. હાલ આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અને શખ્સોની ઓળખ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. જોકે આવી ઘટનાઓને લઈને સગીર વયના લવરમુછીયાઓએ સમજવાની જરૂર છે કે આ કાર્ય તમને ગુનાહીત માનસિકતા તરફ દોરી જાય છે. આ સાથે માતા-પિતાએ પણ પોતાના સગીરવયના સંતાનોને કાયદા-નિયમોની સામાન્ય સમજ તો આપવી જ રહી. કારણ કે જો સંતાનને અહીંથી સાચા-ખોટાની સમજ નહીં મળે તો પછી એક સમય એવો આવી શકે છે કે મામલો હાથમાંથી જ સરકી જાય અને પછી સમજાવટથી સંતાનોને વાળી શકાય નહીં ફક્ત પોલીસના ડંડા જ કામ આવે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular